શૈક્ષણિક યાત્રા:બેંકમાં અપમાનિત અભણ પિતાએ પુત્રને પીઆઇ બનાવ્યો

કકરવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના પગથિયે ન ચડેલા માતા-પિતાએ સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું
  • ​​​​​​​ચોબારી આહીર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છતાં એક સામાન્ય પરિવારની અનોખી શૈક્ષણિક યાત્રા

ભચાઉની બેંકમાં સ્લીપ ભરતી વેળાઅે અધિકારી દ્વારા થયેલા અપમાન બાદ પિતાઅે સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને ચોબારીને મળ્યા પ્રથમ પી.અાઇ. અને તબીબ.સાંપ્રત સમયમાં ચોબારી અાહીર સમાજમાં શિક્ષણનું પ્રમાણ અોછું છે તેમ છતાં અેક સામાન્ય પરિવારમાંથી ચોબારીને પ્રથમ પી.અાઇ. અને તબીબ મળ્યા છે ત્યારે અા પરિવારની શિક્ષણયાત્રામાં ડોકિયું કરીઅે તો ચોબારીના મેરામણભાઇ વરચંદ ભચાઉની બેંકમાં કામ અર્થે ગયા હતા ત્યારે સ્લીપમાં ભૂલ હોવાથી બેંકના અધિકારીઅે તે સ્લીપ ફાડી નાખી, અપમાન કરતાં તે અપમાને જ મેરામણભાઇના જીવનમાં બદલાવ લાવી દીધો હતો અને ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે, પોતાના બાળકોને ન માત્ર ભણાવીશ પરંતુ ઉચ્ચ શિક્ષણ અપાવીશ.

મેરામણભાઇઅે અાર્થિક સ્થિતિ નબળી હોવા છતાં સંતાનોને ભણાવ્યા અને સાૈથી નાના પુત્ર મહેશ બી.મિકેનિકલ ઇન્જિનિયર અને બીજો પુત્ર હમીર અેમબીબીઅેસ કરી તબીબ બન્યો હતો. પતિના અવસાન બાદ પત્ની અમીબેને હિંમત ન હારી નાના પુત્ર મહેશને ભણાવ્યો. મહેશે જીપીઅેસની પરીક્ષા પાસ કરીને ગાંધીધામમાં ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે સેવા અાપી હતી અને ત્યારબાદ પી.અાઇ.ની પરીક્ષા પાસ કરતાં ચોબારીને પ્રથમ પી.અાઇ. મળ્યા છે. મેરામણભાઇના અન્ય બે પુત્રો સવજીભાઇ અને વિષ્ણુભાઇ ચોબારીમાં ખેતી સંભાળે છે.

મેં મારી માતાને કહ્યું કે, હું 20 ચોપડી ભણ્યો, તો રાજીના રેડ થઇ ગયા
મારી માતા અભણ હોવાથી ડિગ્રીઅો કે, ઉચ્ચ શિક્ષણ વિશે સમજી શકતા ન હતા, જેથી હું અેમને 15 ચોપડી કે, 20 ચોપડી સુધી ભણ્યો હોવાનું કહેતાં જ તેઅો રાજીના રેડ થઇ જતાં હતા. અભ્યાસ દરમ્યાન પરિવારના અન્ય સદસ્યો મારી માતાને છોકરાને ખેતીમાં જોતરીને બે પૈસા કમાવવાની સલાહ અાપતા પરંતુ તેમનો અેક જ ધ્યેય હતો કે, પુત્ર વધુને વધુ ભણે. અનેક ચંદ્રકો મેળવ્યા બાદ અને પી.અાઇ. બનીને મારી માતા સમક્ષ હું હાજર થયો ત્યારે મારી માતા પોલીસ ઇન્સ્પેક્ટર સમજી શકતા ન હતા પરંતુ મોટો પોલીસવાળો બન્યો હોવાની વાતથી અનહદ ખુશ થતા હતા. > પી.અાઇ., મહેશ વરચંદ.

અન્ય સમાચારો પણ છે...