તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ભચાઉમાં કંથડનાથજીના કિલ્લા પર બનનારી 41 ફૂટની શિવજીની પ્રતિમાને અપાતો આખરી ઓપ

ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં શહેરના ઐતિહાસિક કંથડનાથજીના કિલ્લા પર ભગવાન શિવની વિશાળ પ્રતિમા બનાવવાનો આરંભ કરવામાં આવ્યો હતો. જે આગામી શ્રાવણ માસના દિવસોમાં પૂર્ણ થશે.

ગાંધીધામ તરફના હાઇવે પરથી આવનાર દરેક પ્રવાસીઓની નજર આ કિલ્લા ઉપર અચૂક પડે છે પરંતુ હવે લોકો જ્યારે કિલ્લા પર નજર કરશે ત્યારે નતમસ્તક થઈ અને હાથ પણ જોડાઇ જશે કારણ કે કંથડનાથજીના કિલ્લા પર ભગવાન શિવજીની 41 ફૂટની વિશાળ પ્રતિમા આકાર પામી ચૂકી છે અને તેના દર્શન દૂર દૂર સુધી થશે. પાલિકા પ્રમુખ કલાવતીબેન જોશી દ્વારા શિવજીની પ્રતિમાનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે અને આગામી પવિત્ર શ્રાવણ માસમાં તેનું અનાવરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...