તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Bhachau
 • The Father Landed In The Market With A Banner To Seek Justice For His Son's Murder In Bhachau; Threats Of Suicide If Proper Justice Is Not Done In 24 Hours

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયની માગણી:ભચાઉમાં પુત્રની હત્યા બાબતે ન્યાય મેળવવા પિતા બેનર સાથે બજારમાં ઉતર્યા; 24 કલાકમાં યોગ્ય ન્યાય નહીં થાય તો આત્મહત્યાની ચિમકી

ભચાઉ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભચાઉ માંથી ગુમ થયેલા સગીર લવકુમાર વિજય ઠાકોરનો મૃતદેહ સાડા ચાર માસ બાદ મળી આવ્યા બાદ તેના પિતા ઉદેશી ઉર્ફે ઉદાજી આજે ભચાઉના મહારાણાપ્રતાપ ગેટ પાસે હાથમાં બેનર લઈ અને ન્યાય મેળવવા અપીલ કરી હતી અને 24 કલાકમાં ન્યાય નહિ મળે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી હતી.

મરણ જનાર 16 વર્ષીય વિજય ઠાકોરના પિતા ઉદાજી ઠાકોરે જણાવ્યું હતું કે 24 કલાકમાં મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરીશ. પરંતુ ભચાઉ પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં જ શંકાસ્પદ લાગતા તેના મિત્ર અશ્વિન ભરતભાઈ માલીવાડની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે લવકુમાર તેનો મિત્ર હતો અને મોબાઇલની બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારે તેના પ્રત્યે દ્વેસભાવ રાખીને તેને દુર્ગમ વિસ્તારમાં લઈ જઈ માથાના ભાગે લાકડાનો ધોકો મારીને તેને જાનથી મારી અને તેના મૃતદેહને કૂવામાં નાખી દીધો હતો અને તેના કહેવા અનુસાર જ શિકરા ગામ નજીકની એક વાડીમાંથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

ત્યારબાદ આજે વહેલી સવારથી જ તેના પિતા ઉદાજી ઠાકોર ન્યાય માટે આજીજી કરી રહ્યા હતા. ત્યારે એવી કઈ વાત છે કે તેમને હજુ પણ ભચાઉ પોલીસ પાસેથી પૂર્ણ ન્યાય નથી મળ્યો તે બાબતે ચર્ચાઓ જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો