તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણીયો માત્ર જાહેરાતો કરવામાં વ્યસ્ત:પ્રધાનમંત્રી કેરમાંથી ફાળવેલા સાધનો જીવ બચાવી શકે તેમ નથી ,કારણ કે નિષ્ણાંત તબીબો જ નથી !

ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉના કોવિડ સેન્ટરમાં 5 વેન્ટિલેટર સાથે બાયોપેપ મશીનો પણ લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે
  • તેવામાં ભચાઉના કોવિડ સેન્ટરમાં આરોગ્ય સેવા સુચારૂ બને તે માટે ઝડપથી અેમડી તબીબ મુકાય તે હવે જરૂરી

કચ્છમાં અેકબાજુ લોકોને બેડ અને અોક્સિજન નથી મળી રહ્યા તેની બીજીબાજુ અનેક હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને બાયપેપ મશિનો નિષ્ણાંત તબીબોના અભાવે ધૂળ ખાઇ રહ્યાં છે. ભચાઉમાં કોવિડ સેન્ટરમાં કેટલાય દિવસોથી કોરોના કાળમાં ખૂબ જરૂરી એવા અને લોકોના જીવ બચાવી શકે એવા મેડિકલ સાધનો ઘણા સમયથી ધુળ ખાઈ રહયા છે. તો સાથોસાથ બાયપેપ મશીનો પણ આ સાથે નકામા થઇને અહીં પડ્યા છે.

ભચાઉની વાગડ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી 50 બેડની કોડ હોસ્પિટલમાં 19 બેડમાં ઓક્સિજનની સુવિધા છે. તેની સાથે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવા પૂરતા 5 વેન્ટિલેટર મશીનો અહીં મુકી દેવામાં આવ્યા છે. પરંતુ કોઇને વાતરતા અાવડતા નથી ! તેની સાથે હાલના સમયે ખૂબ જરૂરી એવા બાયો પેડ મશીનો પણ મૂકવામાં આવ્યા હતા તે પણ આજની તારીખે કોવિડ કેર સેન્ટરમાં નકામાં સાબિત થઇ રહ્યાં છે.

નિષ્ણાત ડોક્ટર પાસેથી મળેલી માહિતી મુજબ કેટલાય દિવસોથી ધૂળ ખાઇ રહેલા આ બાયોપેપ મશીન કોરોના દર્દીનો જીવ બચાવી શકે છે. અા મશીન ફેફસાને ઓક્સિજન લેવા માટે સહાયરૂપ થાય છે અને દર્દીને શ્વાસ લેવા માટે જે શ્રમ પડે છે તેને ઓછો કરે છે. અને તેના કારણે કોરોના દર્દીને ઓક્સીજનની જરૂરિયાત ઓછી રહે છે.

વેન્ટિલેટર મશીન પહેલા ગંભીર કહી શકાય તેવા દર્દીને આ બાયોપેપ મશીનથી સારવાર આપવામાં આવે છે. કોરોના દર્દીના ફેફસા પોતાની રીતે જ્યારે સારી રીતે શ્વાસ લઈ શકે તેવી હાલતમાં પહોંચે ત્યારબાદ દર્દીને વેન્ટિલેટર મશીન સાથે જોડી અને ઓક્સિજન આપવામાં આવે છે.

કચ્છમાં કેટલાય દિવસોથી કોરોનાઅે કેટલીય જિંદગીઅો પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. તેમાં આરોગ્ય તંત્ર અને રાજકીય અાગેવાનો પણ ઉણા ઉતર્યા છે. ખાસ કરીને રાજકીય અાગેવાનો તો ખોટા દાવા અને જાહેરાતો કરી પ્રજાને રીતસર મુર્ખ બનાવતા હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે આ વેન્ટિલેટર મશીનો કચ્છમાં 80 અલગ-અલગ કોવિડ સેન્ટર માટે આવેલા પરંતુ તેમાંથી અઅનેક વેન્ટિલેટર નિષ્ણાંત તબીબોના લીધે કામ અાવી રહ્યાં નથી.

ધારાસભ્યઅે મુલાકાત લીધી: પણ સાધનોનો કોઇ ઉલ્લેખ નહીં
ભચાઉ : વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની રવિવારે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીઅે મુલકાત લીધી હતી. અને કોરોના સંક્રમિત દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતાં.

પરંતુ અા સેન્ટરમાં ઉપયોગ કરી શકાય તેમ નથી અેવા વેન્ટિલેટર અને બાયોપેપ મશીન અંગે કોઇ જાતની ચર્ચા કરવામાં અાવી ન હતી. ચોંકાવનારી વાત તો અે છે કે ધારાસભ્ય સાથે અાવેલા ભાજપના સ્થાનિક નેતાઅોઅે પણ અા મુ્દ્દે ધ્યાન દોર્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...