તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વોંધમાં લગ્નમાં મહેમાન વધતા કન્યાના બે ભાઇ અને કેટરર્સ કાયદાના સકંજામાં

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટમાં ઉપસ્થિત 50 થી વધુ લોકો માસ્ક અને સમાજિક અંતર ભૂલતાં મોંઘું પડ્યું

હાલ કહેર મચાવી રહેલા કોરોના કાળમાં પણ લોકો દ્વારા યોજાતા લગ્નમાં સરકારની ગાઇડ લાઇન વિરુદ્ધ 50 થી વધુ લોકોની ઉપસ્થિતિ સામે દેખાતાં વોંધ ગામમાં ચાલી રહેલા લગ્નમાં કન્યા પક્ષના બે સગા ભાઈ પર પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેમાં કેટરિંગ સંચાલક પણ ઝપટે ચડ્યા હતા.

ભચાઉ તાલુકાના વોંધ ગામ ખાતે અખાત્રીજની તિથિ ઉપર યોજાતા સંખ્યાબંધ લગ્નમાં કોરોના પાબંધી મૂકી પરંતુ તેમ છતાં પણ વાગડ વિસ્તારમાં લગ્નની મોસમ અત્યારે ફુલ બહારમાં ચાલી છે જેમાં લોકો હાલ કોરોના કારણે ભૂલીને સરકાર દ્વારા બહાર પડેલી ગાઇડ લાઇનને એક તરફ રાખીને પણ બિન્દાસ રીતે લગ્ન પ્રસંગ ઊજવી રહ્યા છે તેવામાં ભચાઉ તાલુકાના વોંધ ગામે પ્લોટ વિસ્તારમાં કન્યાના લગ્ન પ્રસંગે ૫૦થી વધુ લોકોની ઉપસ્થિતિ અને તમામ લોકોએ માસ ન પહેર્યા હતા તેમજ સામાજિકઅંતરનું ઉલ્લંઘન કરીને યોજાતા લગ્ન પ્રસંગમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કન્યાના ભાઈ પ્રવીણ રણછોડ રાવરીયા અને અરવિંદ નારાયણભાઈ પટેલ પર ગુનો દાખલ કરવામાં આવેલ આ લગ્ન પ્રસંગે કેટરિંગની સેવા આપતા કમલસિંહ સુભાષ સિંહ રાજપુરોહિત સામે પણ કોરોન ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, બીજી લહેર બાદ લગ્નમાં પણ મહેમાનોની સંખ્યા નિયંત્રિત કરાઇ છે.

જો નિયમોનું પાલન નહીં થાય તો કોરોના ફરી માથું ઉંચકશે
ભચાઉ અને રાપર ના વાગડ વિસ્તારમાં હાલ અખાત્રીજને લઈને લગ્નની સીઝન પુર બહારમાં ખીલી છે જેમાં કોરોના ગાઈડ ના સરેઆમ ધજાગરા ઊડી રહ્યા છે ત્યારે તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં લે નહિતર આવનારા દિવસોમાં ફરી કોરોના વિસ્ફોટને કોઈ રોકી નહીં શકે.

અન્ય સમાચારો પણ છે...