ક્રાઇમ:ભુજ રહેતા મોટી વિરાણીના યુવાનનો મૃતદેહ ભચાઉ પાસે રેલવે ટ્રેક પર મળ્યો

ભચાઉ / નખત્રાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હતભાગી - Divya Bhaskar
હતભાગી
  • ઘરમાં 13 દિ’ પછી હતા લગ્ન : શરણાઇના સૂરને બદલે મરસિયા ઘવાયા
  • મૃત મળેલા યુવાને ઝંપલાવ્યું કે અકસ્માત એ રહસ્યની તપાસ પોલીસે આદરી

ભચાઉમાં રેલ્વે સ્ટેશન નજીક આજે ભુજથી નિકળેલા યુવાનનો મૃતદેહ રેલ્વે ટ્રેક ઉપરથી મળી આવતાં નખત્રાણાના વીરાણીમાં જે ઘરે લગ્નનો પ્રસંગ લેવાનો હતો તે ઘરમાં માતમ છવાયો હતો. ભુજ એરપોર્ટ રોડ સમાવાસમાં રહેતા અને યુરો કંપનીમાં નોકરી કરતા 47 વર્ષીય ખત્રી અબ્દુલ સુલેમાનભાઇના મોટાભાઇની દિકરીના લગ્ન તા.27/12 ના નક્કી થયા હતા જે લગ્ન લખાવવા તેઓ ભુજથી વિરાણી જવાના હતા પરંતુ ન આવતાં તેમના પરિવારે શોધખોળ પણ કરી હતી પરંતુ કમનસીબે આજે ભચાઉ રેલ્વે સ્ટેશન અને દૂધઇ રેલ્વે ફાટક વચ્ચે રેલ્વેના ટ્રેક ઉપરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ જાણ થતાં જ ભચાઉ રેલ્વે પોલીસના મોહનભાઈ પ્રજાપતિએ જાત તપાસ કરતાં યુવાન મૂળ વિરાણીના અને હાલ ભુજ એરપોર્ટ રોડ સમાવાસ પાસે રહેતા ખત્રી અબ્દુલા સુલેમાનનો હોવાનું જાણવા મળ્યું હતું.

ભચાઉ રેલવે પોલીસના મોહનભાઈ પ્રજાપતિ, જમીયતખાન મલેક, રામદેવસિંહ જાડેજાએ મૃતદેહને ભચાઉના સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ ઘટનાથી જે ઘરે દીકરીના લગ્ન લેવાના હતા તે પરિવારમાં માતમ છવાયો છે. તો મૃતક અબ્દુલભાઇને પણ સંતાનમાં ત્રણ દિકરી હતી તેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અબ્દુલભાઇના આ પ્રકારે નિધનથી શોકની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...