તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઉનાળામાં વપરાશ વધતાં ભચાઉ વીજ કચેરીને પણ ઓવરલોડની સમસ્યા

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ ઉપકરણો વધી ગયા હોય તો પણ ગ્રાહકો લોડ વધારાની અરજી નથી કરતા

ભચાઉમાં ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં વારંવાર વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાનીમાં મુકાયા છે. થોડા દિવસથી પીજીવીસીએલના વીજ વાયરો અને ઉપકરણો બળવાના બનાવો બની રહ્યા છે જેના કારણે વારંવાર વીજ પુરવઠો પણ ખોરવાઇ રહ્યો છે. વીજ ગ્રાહકો નવા વીજ ઉપકરણ વસાવે તો લોડ વધારો લેતા ન હોવાથી સમસ્યા સર્જાઇ છે તેમ વીજ કંપનીનું કહેવું છે.

શહેરમાં ઉનાળાના કારણે વીજ વપરાશ વધ્યો છે. એ.સી., પંખા, કુલર જેવા ઉપકરણો સતત ચાલુ રહે છે આમ વીજ ખપત વધી જતાં વાયર, કેબલો અને વીજતંત્રના ઉપકરણો બળી રહ્યા છે. તેમ કહેતાં પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર ફેનીલે જણાવ્યું હતું કે લોકોના ઘર, ઓફિસ કે દુકાનોમા એ.સી. , કુલર, પંખા જેવા ઉપકરણોનો વધારો થઈ રહ્યો છે.

નિયમોનુસાર ગ્રાહકોએ આ ઉપકરણો વિશેની માહિતી અને લોડ વધારાની અરજી વીજ તંત્રમાં કરવાની હોય છે જે કરવામાં આવતી નથી અને તેના કારણે વીજ પુરવઠામાં પણ ઓવર લોડ ની સમસ્યા સર્જાઈ છે. નિયત કરતાં વધુ લોડ હોવાથી વીજ કેબલો ગરમ થવાથી બળે છે.

આવા સંજોગોમાં વીજ તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સમારકામ કરે છે પણ તે દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવો પડે છે પરિણામે પાવર કટની સમસ્યા પેદા થાય છે. એસી, કૂલર કે અન્ય વીજ ઉપકરણો વસાવનારા ગ્રાહકોને લોડ વધારો કરાવી લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...