કાર્યવાહી:ભચાઉમાં જો ટ્રાફિક નિયમનનો ભંગ થયો તો હવે કડક કાર્યવાહી

ભચાઉ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવ નિયુક્ત પીઆઇએ વેપારી મંડળ સાથે બેઠક યોજી સમસ્યાના હલ માટે કોલ આપ્યો

ભચાઉ શહેરમાં કેટલાક સમયથી ટ્રાફિક ને લઈને સર્જાતી સમસ્યા થી છુટકારો મેળવવા માટે શહેરમાં નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરે શહેરના વેપારીઓ સાથે સમસ્યા જાણી તેના ઉકેલ માટે બેઠક યોજી હતી. ભચાઉ શહેર કેટલાય સમયથી ટ્રાફિકની બાબતે કંટાળાજનક પરિસ્થિતિમાં મુકાયું છે અને આ સમસ્યાને લઈને ભચાઉમાં નવા આવેલા પી.આઈ એસ.એન ગટ્ટુ સાથે પી.એસ.આઇ મકવાણા, પીએસઆઇ જોશી, સાથે મળીને શહેરના વેપારીઓ સાથે ટ્રાફિકમાંથી કઈ રીતે છુટકારો મળે તે બાબતે વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી.

જેમાં શહેરમાં કોઈપણ સમયની પાબંધી વગર પ્રવેશતા ભારેખમ વાહનો અને શહેરની અંદર આવેલી ટ્રાન્સપોર્ટની કચેરીઓને બાર ખસેડવા ચર્ચા કરાઇ હતી તેમજ શહેરમાં ગમે તે જગ્યાએ પાર્કિંગ થતાં વાહનો માટે પણ યોગ્ય સમય અને સ્થળ નક્કી કરવાના કરવા, શહેરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી ફરથી ગાડીઓના માલિક કાયદેસર કાર્યવાહી કરી દંડ ફટકાર્રવા,તેમજ શહેરમાં ધૂમ બાઈક થી નીકળતા લવરમૂછિયા ઓને પકડી શિક્ષાત્મક પગલાં ભરવા જેવા મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. શહેરમાં આડેધડ મુકાયેલ રેકડીઓ, પાથરણાઓ અને ટ્રાફીકને અડચણરૂપ થતાં દબાણો સ્વેચ્છાએ લોકો દુર કરે તેવી વાત મિટિંગમાં કરવામાં આવી હતી.

સૌથી ખાસ મુદ્દો શહેરમાં કેટલાય સમયથી બંધ પડેલા સીસીટીવી કેમેરા યુનિટ ને ગુજરાત સરકારની નેત્રમ યોગ યોજના હેઠળ આવરી લેવામાં આવે તેવી રજૂઆત વેપારી મંડળ દ્વારા કરવામાં આવી હતી જે અંગે વેપારી મંડળ અને પોલીસ પ્રશાસન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરવામાં આવશે,આવનારા સમયમાં ભચાઉ શહેરમાં ટ્રાફિકને લઈને શહેર પોલીસ એક્શન મોડમાં આવતા રાહદારીઓને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...