તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ભચાઉ રેલવે સ્ટેશન પર પ્રવાસી ટ્રેનને સ્ટોપ આપો

ભચાઉ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઇ તથા અન્ય રાજ્યોના લોકોને પડતી મુશ્કેલી
 • સ્થાનિક અગ્રણીઓ દ્વારા સાંસદ સમક્ષ રજૂઆત

ભચાઉ રેલવે સ્ટેશને પ્રવાસી ટ્રેનોને સ્ટોપ આપવા મુદ્દે સ્થાનિક અગ્રણીઓ દ્વારા સાંસદ સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે.કોરોનાકાળ અગાઉ ભચાઉ રેલવે સ્ટેશને પ્રવાસી ટ્રેનને સ્ટોપ અપાતો હતો પરંતુ કોવિડ-19ના પગલે લદાયેલા લોકડાઉનમાં તમામ વ્યવહારો બંધ હતા. જો કે, ત્યારબાદ રેલવે સેવા તો શરૂ કરાઇ પરંતુ ભચાઉ રેલવે સ્ટેશન પર આ ટ્રેનોને સ્ટોપ ન અપાતાં ભચાઉથી મુંબઇ કે, અન્ય રાજ્યોમાં જતા લોકોને ના છૂટકે ગાંધીધામ સુધી લંબાવું પડે છે. તાલુકાના મોટાભાગના લોકો ધંધાર્થે મુંબઇ સાથે સંકળાયેલા છે.

અનલોકમાં મળેલી છૂટછાટ વચ્ચે પ્રવાસી ટ્રેનો તો શરૂ કરાઇ પરંતુ ભચાઉના રેલવે સ્ટેશન પર સ્ટોપ ન આપી રેલવે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન અખત્યાર કરવામાં આવી રહ્યું છે. ભચાઉ શહેર ભાજપ પ્રમુખ શંકર જોષી, વાગડ વેલ્ફેર હોસ્પિટલના ટ્રસ્ટી ભરત નંદુ, રવીન્દ્ર ગામી, રામજી કારિયા, હંસરાજભાઇ, જેન્તી કારિયા, ઈશ્વરભાઈ ઓઝાએ આ મુદ્દે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો