ક્રાઇમ:ભચાઉના શિકરા પાસે હાઇવે પર પિકઅપ ચાલક સાથે લૂંટ થઇ ?

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવદયાપ્રેમીઓએ ઝપાઝપી કરી હતી, લૂંટનો બનાવ નથી બન્યો-PI

ભચાઉ તાલુકાના શિકરા ગામ પાસે હાઇવે પર પિકપમાં ભેંસો લઈને જતા ચાલકને માર મારી લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ બન્યો હતો જોકે આ બાબતે પોલીસે લોટનો બનાવ નહિ પણ કોઈ જીવદયા પ્રેમીએ ઝપાઝપી કરી હોવાનું જણાવ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના શિકરાથી કુંભરડી વચ્ચે ટોલનાકા પાસેથી નખત્રાણા તાલુકાના સારી ગના અલ્લાબક્ષ નૂરમામદ જતા, તેનો મોટો ભાઈ સાજન અને અલબક્ષ ભેંસોનો સોદો કરવા અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ઇસનોએ ત્રણેય યુવાનોને માર મારી રોકડ રૂ. 25 હજાર અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હોવાના આક્ષેપો ભોગ બનનારે કર્યા હતા.

જોકે આ બાબતે ભચાઉ પોલીસ મથકે કોઈ ફરિયાદ ન નોંધાતા પી.આઈ. જી.એલ. ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ભોગ બનનાર પિકપ વાહનમાં ભેંસો ભરીને જતા હોવાથી ભેંસોને કતલખાને લઈ જતા હોવાનો વહેમ રાખી જીવદયા પ્રેમીઓએ ભોગ બનનારની પિકપ રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પિકપ ચાલકે વાહન રોકયું ન હતું. જેથી પિકપને આંતરી જીવદયા પ્રેમીઓએ ભોગ બનનાર સાથે સામાન્ય ઝપાઝપી કરી હતી. આ બનાવમાં કોઈપણ પ્રકારની લૂંટ ચલાવાઈ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...