અભિનંદનીય:સમરસતા મુદ્દે ભચાઉમાં રાજકીય મોવડીઓ ઓક થયા, નેરની ઘટનાને વખોડી કાઢી, સાથે મળીને દિવાળી ઉજવવા અપીલ

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સમાજના લોકોએ નાત-જાતના ભેદભાવ ભૂલી એકસાથે દિવાળીની ઉજવણી કરવા સંકલ્પબધ્ધ

નેરમાં બનેલી ઘટના બાદ તમામ સમાજોમાં શાંતિ બની રહે તે માટે સર્વે સમાજના લોકો તેમજ ભાજપ, કોંગ્રેસના રાજકીય અાગેવાનો અેક થયા હતા અને ભચાઉમાં મળેલી બેઠકમાં નાતજાતના ભેદભાવ ભૂલી, સાથે મળીને દિવાળીની ઉજવણી કરવા અપીલ કરાઇ હતી. કચ્છ-મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા, મુન્દ્રા-માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ-ભચાઉના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ કોગ્રસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વગેરે આગેવાનોઅે એક જ સુરમાં કહ્યું હતું કે, નેરમાં જે બનાવ બન્યો હતો તે ખુબ જ દુઃખદ છે.

આવનાર સમયમાં ન માત્ર ભચાઉ તાલુકો પરંતુ સમગ્ર કચ્છમાં શાંતિ સાથે સમરસતા જળવાય, વર્ષોથી ચાલી અાવતી કોમી અેકતાની જ્યોતને જલતી રાખી સારા-નરસા પ્રસંગે એકબીજાને સહકાર આપી, સાથે મળીને દિવાળીનો તહેવાર ઉજવવાની સાથે શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. ડીવાયઅેસપી કે.જી. ઝાલાએઅે પણ સમરસતાની સાથે કાયદો, વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.

બેઠકમાં વિકાસ રાજગોર, ભચાઉ તાલુકાના આગેવાનો અરજણ રબારી, નરેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદ વાણિયા, વિરજી દાફડા, જનકસિંહ જાડેજા, બળુભા જાડેજા, વાઘજી છાગા, પાબુદાદાના ભુવા પચાણ ભુવાજી, દેવશી ભુવાજી, રવજી દાફડા, લાલજી ચાવડા, ઉમિયાશંકર જોષી, હરેશ કાઠેચા, મહેશ બાલાસરા, ગણેશા ઉદરિયા, પેથાભાઈ રાઠોડ, કેસાભાઈ ચૌહાણ, વસરામ સોલકી, જયેશ આહીર, શુરેશ વાઘેલા, દેવશી રબારી વગેરે તાલુકામાં સદભાવના જાળવાઇ રહે તે માટે સંકલ્પબધ્ધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...