કચ્છ / આત્મનિર્ભર કે રાશન માટે નહીં પણ પાનમસાલા અને બીડી ખરીદવા બળબળતા બપોરમાં લોકો લાઈનોમાં ઊભા રહ્યા

X

  • ભચાઉના સદભાવના ગ્રાઉન્ડમાં પાનમસાલા ખરીદવા બળબળતા બપોરમાં લોકોની લાઈનો લાગી
  • પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમવાર કાળા બજારીઓને કાબૂમાં લેવા પાનના ગલ્લાવાળાને સહયોગ

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 04:20 PM IST

ભચાઉ. સરકારે આત્મનિર્ભર સ્કિમ શરૂ કરતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં લાઈનો લાગે છે કે રાશન ખરીદવા માટે શહેરોમાં ઊભા રહેવું પડે છે. પરંતુ ભચાઉના સદભાવના ગ્રાઉન્ડમાં લોકો આ બંને માટે નહીં પરંતુ પાન મસાલા અને બીડી સિગારેટ સહિતની વસ્તુઓ ખરીદવા માટે બળબળતા બપોરમાં સેકાઈ રહ્યા છે. ભચાઉ ખાતે સદભાવના ગ્રાઉન્ડમાં પોલીસના સહયોગથી એક વિશેષ પાનમસાલા બજાર ભરાયું હતું. જ્યાં પાન મસાલા, માવા, બીડી સહિતની વસ્તુઓ ખરીદવા માટે બળબળતા બપોરમાં લોકોએ લાઈનો લાગવી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસ વ્યવસ્થામાં સહયોગ આપ્યો
લોકડાઉન 4 ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા 3 લોકડાઉનમાં દુકાનો અને પાનમસાલા પાર્લર બંધ રહ્યા હતા. જો કે રાજ્ય સરકારે આ ચોથા લોકડાઉનમાં વિશેષ રાહત આપીને પાનમસાલા પાર્લરને પણ ખોલવા શરતી છૂટછાટ આપી છે. ત્યારે ભચાઉ ખાતે કચ્છમાં પ્રથમ વખત સદભાવના ગ્રાઉન્ડ ખાતે પાનમસાલા અને માવાનું વેચાણ કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અહીં પાનમસાલા અને બીડીનું વ્યસન ધરાવતા લોકો ઉમટી પડે છે. તેમાં માત્ર પુરૂષો જ નહીં પણ મહિલાઓ પણ સામેલ છે.
કચ્છમાં પણ આવી વ્યવસ્થા કરવા માંગ
ભચાઉના મહિલા પીએસઆઈ રાઠોડે લોકોને માવા અને બીડી સહિતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે ભચાઉના ડીવાયએસપીના નેજા હેઠળ વેપારીઓને સહકાર આપીને દુકાનો ખોલાવી હતી. જેથી કરીને કાળાબજારીઓઓ જરૂરિયાતમંદોને લૂંટે નહીં. જેથી કચ્છના અન્ય વિસ્તારોમાં પણ આવી વ્યવસ્થા ઊભી થાય તેવી બંધાણીઓમાં લોકમાંગ ઊભી થઈ છે.
(તસવીર: ધનસુખ સોલંકી, ભચાઉ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી