નિદાન કેમ્પ:ભચાઉના આયુર્વેદ અને હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન કેમ્પમાં 400થી વધુ લાભાર્થી જોડાયા

ભચાઉ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ પાલિકા, જિ.પં.ની આયુર્વેદ શાખા અને ગાંધીનગરના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે મેડિકલ સારવાર મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં ભચાઉ તાલુકાના આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાના દ્વારા વિવિધ રોગો જેવા કે સાંધાના રોગો, પેટના રોગો, ચામડીના રોગો, મૂત્ર માર્ગના રોગો, ડાયાબિટીસ જેવા રોગો, બાળકોના રોગો કુપોષણ નિવારણ તથા સ્ત્રી રોગો વગેરેના વિભાગ અનુસાર નિદાન સારવાર કેમ્પ તથા આયુષના પ્રચાર પ્રસારની કામગીરી કરાઇ હતી.

મેલેરીયા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોકોને મેલેરિયા નિવારણ માટે સમજણ અપાઈ હતી અને જરૂરી દવા વિતરણ કરવામાં આવેલ હતું. ઋતુજન્ય રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વર્ધક લાઈવ ઉકાળા અને પેકેટ્સનું વિતરણ કરાયું હતું. કેમ્પના મુલાકાતીઓ માટે રોગ અનુસાર તથા સ્વાસ્થ્ય જીવન માટે યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન અપાયું હતું. કેમ્પમાં આયુર્વેદ નિદાનના 265, હોમિયોપેથીક નિદાનના 140, ડેન્ટલ ઓ.પી.ડી.માં 25, પ્રિવેંટિવ ઉકાળામાં 340, પ્રિવેન્ટિવ હોમિયોપેથીક મેડીસીનમાં 240, મલેરીયા ટેસ્ટીંગ સ્લાઈડમાં 54, ટી.બી. સ્પુટમ ટેસ્ટમાં 5 અને કોવિડ રસીકરણમાં 46 લોકોએ લાભ લીધો હતો. ડો.સુનીલ એમ. કાચરોલા, ડો.કિશનગીરી ગુંસાઈ, ડો.મેહુલ આડેસરા, ડો.ભગવતી કટારા, ડો.આશિષભાઈ પટેલ સહિત અન્ય આરોગ્ય કર્મચારીઓ દિપકભાઈ દરજી, રાજેન્દ્ર કે પટેલ, કૌશિકભાઈ સુતરીયા, શ્રીમાળી પરેશભાઈ કે., ભાવેશભાઈ, અર્પિતા માલીવાડ, ઉર્વશી માલિવાડએ સેવા આપી હતી.

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ કલાબેન જોશી, જનકસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન એસ.ડી.ઝાલા અને અશ્વિનભાઈ ઠક્કરે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...