તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં બે દિવસથી “ આગ હી આગ’:ચોપડવા પાસે પ્લાય કંપનીમાં ભીષણ આગમાં લાખોની મશિનરી સ્વાહા

ભચાઉ, ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મધરાત્રે ભભૂકેલી આગ 7 કલાકે કાબુમાં આવી: શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ

કંડલા પાસે ગઇ કાલે લાગેલી આગની ઘટના બાદ મધરાત્રે ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલી પ્લાય કંપનીમાં લાગેલી ભીષણ આગમાં લાખોની મશીનરી સ્વાહા થઇ હોવાની શંકા દર્શાવાઇ છે. ભચાઉ ના ચોપડવા પાસે આવેલ ત્રિસ્લા પ્લાય કંપનીમાં ગત મધરાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગ ભભૂકી હતી જે આગે થોડી જ વારમાં વીકરાળ સ્વરૂપ ધારણ ધર્યું હતું. આગની જાણ ભચાઉ ફાયર ફાઇટર ટીમને કરાયા બાદ સાડા ત્રણ વાગ્યે લાગેલી આગ ઉપર સાત કલાકે માંડ કાબુ મેળવાયો હોવાનું ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટર પ્રવીણ દાફડા જણાવ્યું હતું. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું તારણ બહાર આવ્યું છે જેમાં લાખો રૂપિયાની મશિનરી સ્વાહા થઇ હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ચોપડવા પાસે આવેલી આ ત્રીસ્લા કંપનીમાં આગનો ચોથો બનાવ છે ત્યારે શંકા ઉત્પન્ન થાય છે કે ખરેખર શું દર વખતે આગ લાગે છે?

કંડલાની આગમાં કંપનીને 15 લાખનું નુકશાન પહોંચ્યું
કંડલામાં આવેલી ફ્રેન્ડ સોલ્ટ કંપનીમાં લાગેલી આગ કાબુમાં તરત આવી ગઇ પરંતુ કંપનીના સુપરવાઇઝર ગોવિંદભાઇ ભુરાજી ભાટીએ કંડલા મરિનમાં દાખલ કરાવેલી જાણવા જોગ મુજબ, તા.9/2 ના રોજ તેમની કંપનીમાં લાગેલી આગમાં 4 નંબરની વજનકાંટાની ઓફિસમાં નુકશાન તેમજ દોઢેક લાખ જેટલા બારદાન ખાક થયા છે. કોઇ જાન હાની નથી થઇ પરંતુ આ આગને કારણે રૂ.15 થી 17 લાખનું કંપનીને નુકશાન પહોંચ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો