તંત્ર કોરોનાને રોકવામાં નિષ્ફળ:વાગડમાં યોજાયેલા લગ્નોમાં સામાજિક અંતરનો છેદ ઉડ્યો

ભચાઉ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર અજાણ કે, અાંખ અાડા કાન : કોરોના ગાઇડલાઇનની અૈસી કી તૈસી
  • રાજકીય આગેવાનો, તંત્ર કોરોનાને રોકવામાં નિષ્ફળ રહ્યાનો એક મોટો દાખલો

ભચાઉ અને રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાત સરકારની ગાઈડલાઇનના નિયમોને નેવે મૂકીને મોટી સંખ્યામાં લગ્નો યોજાઈ ગયા પરંતુ તંત્રને જાણે ખબર જ ન હોઇ તેમ અાંખ અાડા કાન કરાયા હોવાનું બહાર અાવ્યું છે.

કોરોનાની બીજી લહેરમાં મહામારીઅે કચ્છમાં કહેર વર્તાવ્યો છે અને અનેક લોકોઅે જીવ ગુમાવ્યા છે. અા વચ્ચે રાપર અને ભચાઉ તાલુકામાં 10થી 25 મે દરમ્યાન જાણે લગ્નની પૂરબહાર મોસમ જામી હતી અને લગ્ન કરનારા અને આમંત્રિત મહેમાનો કોરોના જેવા રાક્ષસ ને ભૂલી ગયા હતા. અા લગ્નોમાં કોરોના ગાઇડલાઇનના અેક પણ નિયમનું પાલન થયું ન હતું. મોટી સંખ્યામાં ભીડ તો અેકત્ર કરાઇ હતી જ પરંતુ લગ્નના ઉલ્લાસમાં માસ્ક, સામાજિક અંતર, સેનેટાઇૢઝર વગેરે કોરોણે મુકાયા હતા.

અમુક લગ્ન પ્રસંગોમાં તો કોઈ કસર છોડાઈ ન હતી અને DJ, દાંડિયા, વરઘોડા, બેન્ડપાર્ટી સાથે લગ્નો યોજયા હતા. અમુક ગામોમાં તો લગ્નમાં વિઘ્ન ન આવે તે માટે ગામના આગેવાનો દ્વારા પોલીસમિત્રો માટે સુકનવતાં આક સાથે “વધાવા” ની વ્યવસ્થા કરાઈ હોવાનું બહાર અાવ્યું છે. નવાઇની વાત તો અે છે કે, અમુક િકસ્સામાં પરિવારમાં કોરોનાના કારણે અવસાન થયું હતું તેમ છતાં પણ તેમના મોતનો મલાજો જળવાયો ન હતો અને ભારે ઠાઠમાઠથી લગ્નો થયા હતા, જે વાગડના લોકો માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે.

અા ગામોમાં લગ્ન પ્રસંગે થઇ ભીડ અેકત્ર
ભચાઉ તાલુકાના વોંધ, આધોઇ, શિકારપુર, કુંભારડી, શિકરા, રાપર તાલુકાના કિડીયાનગર, પલાંસવા, ભીમાસર, ભુટકીયા, ચિત્રોડ, કાનમેર, નલિયા ટીમ્બો સહિતના ગામોમાં મોટી સંખ્યામાં લગ્નો યોજાયા હતા અને તેમાં મસમોટી ગાડીઅો ભરાઇને અેકત્ર થયા હતા અને કોરોના ગાઇડલાઇનનું પાલન સરેઅામ ભૂલાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...