તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણનો મહાયજ્ઞ:ભચાઉની 172 શાળાના 1000 શિક્ષકોનો શેરી શિક્ષણનો મહાયજ્ઞ

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેકેશન ખૂલતા જ 18 CRC કો-ઓર્ડીનેટરની આગેવાનીમાં વર્ગખંડો વિદ્યાર્થીઓના મહોલ્લાઓ સુધી પહોંચ્યા

કોરોના મહામારીના કપરાકાળમાં એકબાજુ છેલ્લા 15 માસથી બાળકો શાળાના વર્ગખંડમાં શિક્ષણથી વંચિત રહયા છે. અને બીજીબાજુ શાળાઓ શરૂ થવા બાબતે અસમંજસ છે. જોકે અોનલાઇન શિક્ષણ ચાલુ છે. ભચાઉ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા કરતા વેકેશન ખૂલતા જ ઓનલાઇન શિક્ષણ અને શેરી શિક્ષણના માધ્યમથી બાળકોને શિક્ષણ સાથે જોડી રહયા છે.

ભચાઉ તાલુકાની શહેરી અને ગ્રામ્ય વિસ્તાર મળીને 172 જેટલી પ્રાથમિક શાળાના અંદાજે 1000 જેટલા પ્રાથમિક શિક્ષકોએ આ મહાયજ્ઞમાં સંપૂર્ણ તન અને મનથી સમર્પિત થઈ શિક્ષક કભી સાધારણ નહિ હોતાની ઉક્તિને સાર્થક કરતા કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા વિદ્યાર્થીઓના મહોલ્લા, શેરી અને ગામની કોઈપણ અનુકૂળ જગ્યાએ જઈ શિક્ષણ દ્વારા વર્ગખંડને વિદ્યાર્થી સુધી પહોંચાડી રહયા છે.

આ વિશે વધુ માહિતી આપતા ભચાઉ બી.આર.સી કો.ઓર્ડીનેટર વિજયભાઈ પંડ્યાએ જણાવ્યું કે હાલ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે, ત્યારે સરકારના આદેશ અનુસાર વિદ્યાર્થીઓના ગત વર્ષના શિક્ષણના મહાવરા માટે બ્રિજકોર્ષ રૂપી જ્ઞાનસેતુ મટીરીયલ પહોંચાડી હાલ તાલુકાના શિક્ષકો દ્વારા નોંધનીય ઓનલાઇન શિક્ષણનું નિયમિત કાર્ય થઈ રહ્યું છે. તાલુકાના વિવિધ કલસ્ટરના 18 જેટલા સીઆરસી કો.ઓર્ડીનેટર શિક્ષકોનું માર્ગદર્શન અને મોનીટરીંગ કરી રહયા છે. અને તાલુકાના ટેક્નોસેવી શિક્ષકો દ્વારા યુટ્યુબ, દીક્ષા પોર્ટલ તથા તાજેતરમાં જ લોન્ચ થયેલ ઇ-શાલા એપ મારફતે સ્માર્ટફોન દ્વારા પણ વિદ્યાર્થીઓ પૂરતો શૈક્ષણિક મહાવરો કરી શકે તે બાબતે ખાસ તકેદારી રખાઈ રહી છે.

​​​​​​​નોંધનીય છે કે સરકારી શાળાઓના શિક્ષણ બાબતે વારંવાર આમ જનતામાં નિરાશા જોવા મળે છે, ત્યારે કોરોનાકાળમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ટીવી માધ્યમ, ઓનલાઇન માધ્યમ, ટેક્નોલોજીનો સફળ ઉપયોગ અને શેરી શિક્ષણના પ્રયોગોની નોંધ કેન્દ્રમાં લેવાઈ છે. અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના માધ્યમથી તેનો સીધો લાભ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...