અકસ્માત:દયાપરના ધોરીમાર્ગ પર ફરી લાંબુ ટ્રેઇલર ખોટકાયું , તો ભચાઉ પાસે કન્ટેનર ટ્રેઇલર પલટી ગયું

ભચાઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપર - Divya Bhaskar
દયાપર

ગાંધીધામથી સામખિયાળી વચ્ચે બનેલા હાઇવે પર ઓવર બ્રીજની ખામીના કારણે અવાર નવાર મોટા વાહનો પલટી ખાઇ જવાના બનાવો બનતા રહે છે જેમાં ભચાઉ પાસેના ઓવરબ્રીજ પર ગત રાત્રે વધુ એક કન્ટેનર ટ્રેઇલરે પલટી મારી હોવાની ઘટના બની હતી. જો કે આ બનાવની કોઇ નોંધ પોલીસ ચોપડે થઇ ન હતી. લખપત તાલુકાના દયાપર નજીક વીરાણી નાની તરફ જતા માર્ગ પર રવિવારે સવારે પવનચક્કીના મહાકાય પૂર્જા લઈને જતું લાંબુ ટ્રેઇલર વચ્ચોવચ ફસાઈ જતા કલાકો સુધી પડ્યું રહ્યું હતું.

હાલમાં ચોમાસાના કારણે એક તરફ રસ્તાઓની હાલત દયનીય બની છે, તેવામાં આવી રીતે હાઇવે પર લાંબુ ટ્રેઇલર માર્ગ રોકીને વચ્ચોવચ્ચ પડ્યું રહેતા આ માર્ગોથી આવન-જાવન કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સ્થળે અવાર-નવાર આવા લાંબા ટ્રેઇલર બંધ હાલતમાં રોકીને ઉભા રહી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...