તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભચાઉની સ્ટેટ બેંકમાં અપૂરતા સ્ટાફ-અસુવિધાથી લોકો બેહાલ

ભચાઉ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ બેંકમાં ધોળાવીરા સહિતના ગામોનાં ખેડૂતો અને વેપારીઓના ખાતા છે. - Divya Bhaskar
આ બેંકમાં ધોળાવીરા સહિતના ગામોનાં ખેડૂતો અને વેપારીઓના ખાતા છે.
 • બેન્કનું સર્વર ડાઉન રહેતા ગ્રાહકોને થાય છે ધરમ ધક્કા

ભચાઉ તાલુકામા સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઘણા સમયથી અપૂરતા સ્ટાફ અને સુવિધાઓના અભાવના કારણે શહેર અને તાલુકામાંથી આવતા લોકોને હેરાન થવું પડે છે. ઘણી વખત આ બેંકનું સર્વર ડાઉન હોય છે ત્યારે ગ્રાહકોના જરૂરી કામો અટકી પડે છે. આ બેંકમાં ધોળાવીરા સહિતના ગામોનાં ખેડૂતો અને વેપારીઓના ખાતા છે. કોરોનાના સમયથી અપૂરતો સ્ટાફ હોતાં લોકોની લાંબી કતાર લાગે છે અને ખાતેદારોના સમયસર કામ થઈ શકતા નથી. ઓછા સ્ટાફના કારણે લોકોની થતી ભારે ભીડ કોરોનાને આમંત્રણ આપે છે.

મોટાભાગના ગામડાઓમાંથી ઓછું ભણેલા અથવા અભણ વૃદ્ધ લોકો જ બેંકના વ્યવહારો માટે આવે છે જેમને માર્ગદર્શન મળતું ન હોવાથીમુશ્કેલીમાં મુકાય છે. બેંક દ્વારા આવા લોકોને મદદ કરી શકે તેવા એક વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ તેમ કેટલાક ખાતેદારોએ જણાવ્યું હતું. હાલના સમયે મોટાભાગ આર્થિક વ્યવહાર ઓનલાઇન થાય છે પરંતુ સર્વર ડાઉન રહેતા કામો અટકી જાય છે. ઉચ્ચ અધિકારીઓ ભચાઉની આ શાખા બાબતે તાત્કાલિક પગલા લે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો