તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ભચાઉમાં આરોગ્ય વિભાગે 1216 સરકારી કર્મીને કોરોના રસી આપી

ભચાઉએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ તબક્કામાં 747 આરોગ્ય કર્મીને આવરી લેવાયા

ભચાઉમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1216 જેટલા સરકારી કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી છે. જેમાં પોલીસ, નગરપાલિકા, પંચાયત અને તલાટી કર્મીઓનો સમાવેશ થાય છે. ભચાઉ તાલુકા આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે તાલુકામાં પ્રથમ તબક્કામાં 747 જેટલા કોરોના વોરિયર્સને રસી અપાઇ હતી.

ત્યાર બાદ બીજા તબક્કામાં પોલીસ, એસઆરપી, નગરપાલિકા, પંચાયત અને તલાટી કર્મીઓને રસી આપવામાં આવી હતી. ભચાઉ તાલુકામાં કુલ 1697 સરકારી કર્મીઓમાંથી 1216ને રસી આપવા સાથે 72% રસીકરણ થઈ ગયું છે. ભચાઉ એસ.આર.પી. અધિકારી સુધા પાંડેની આગેવાનીમાં 876 યુવાનોએ રસી લેવા સાથે 100% રસી અપાઇ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો