તપાસ:ભચાઉમાં ડિજિટલ પેમેન્ટનું કહી 3 શખ્સો 94 હજારની મત્તા લઇ ગયા

ભચાઉ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોરૂમમાંથી મોબાઇલ, ટીવી, એસેસરિઝ લઇ છૂ થતાં ફોજદારી નોંધાવાઇ

ભચાઉમાં આવેલા શોરૂમમાં અજાણ્યા ઇસમોએ મોબાઇલ, ટીવી અને એસેસરિઝ ખરીદ્યા બાદ અદનલાઇન ટ્રાન્જેક્શન કર્યુ઼ હોવાનું કહી રૂ.94 હજારની ઠગાઇ કરી રફ્ફૂચક્કર થઇ ગયા હોવાની ઘટના નોંધાઇ છે.

ભચાઉ ખાતે આવેલા પૂજારા ટેલીકોમમાં બ્રાન્ચ ઓપરેટર તરીકે ફરજ બજાવતા મયૂરભાઇ હસમુખભાઇ ચંદેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત બપોર બાદ 4:45 વાગ્યાના અરસામાં માસ્ક પહેરીને આવેલા અજાણ્યા ત્રણ 20 થી 25 વર્ષના લાગતા શખ્સોએ મોબાઇલ, ટીવી અને એસેસરિસઝ ખરીદવાનું નક્કી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેતાં દુકાનમાં કામ કરતા જયેશભાઇએ ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહ્યું તો તેમણે કેમેરા ખરાબ હોવાનું કહી મોબાઇલ નંબર પર ડિઝિટલ પેમેન્ટ કરવાનું કહી ખરીદેલો સામાન બહાર ગાડીમાં રાખવાનું કહી રૂ.94,138 નું પેમેન્ટ કર્યા વગર ફરાર થઇ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાવી છે. આ છેપતરપિંડી કરનાર ત્રણે જણા શો રૂમના સીસી ટીવી કેમેરામાં કેદ થયા છે. જેના આધારે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...