ગાયને બચાવી લેવાઇ:ભચાઉમાં પેટમાંથી 20 કિલો પ્લાસ્ટિક કાઢી ગાયને બચાવી

ભચાઉ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરીદીમાં પ્લાસ્ટિકના ઝબલાનો બેફામ ઉપયોગ

ભચાઉમાં પાલિકા, વેપારી અને લોકોની બેદરકારી વચ્ચે ખરીદીમાં પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરાતો નથી તેવામાં તાજેતરમાં તાલુકાના કબરાઉના પશુપાલકની અેક ગાયનું અોપરેશન કરીને 20 કિલો પ્લાસ્ટિક કાઢી બચાવી લેવાઇ હતી.

ભચાઉ શહેર અને તાલુકામાં બેફામ રીતે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ વધ્યો છે. વધુમાં વેપારીઓ પણ પાંચ રૂપિયાથી લઇને મોટી રકમ સુધીની ખરીદીમાં ઝબલાનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો શાકભાજી, મીઠાઇ, કરિયાણું ખરીદ્યા બાદ, શાકભાજીના વધેલા છલતા, બીજ કે વધેલી ખાણીપીણીની ચીજોને બહાર ફેંકવા માટે આ પ્લાસ્ટિકના ઝબલાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે અને અા ઝબલા રખડતા ભટકતાં ઢોર અારોગ્યા બાદ મોતને ભેટી રહ્યા છે. અા મુદ્દે તંત્ર દ્વારા પણ કોઇ પગલા ભરાતા નથી.

તાજેતરમાં ભચાઉ પશુ દવાખાના ડો.પરેશ વિરપારીઅે કબરાઉના પશુપાલકની ગાયનું ઓપરેશન કરી તેના પેટમાંથી 20 કિલો જેટલું પ્લાસ્ટિક બહાર કાઢી બચાવી લીધી હતી. ગાયને લાંબા સમયથી ખાવામાં તકલીફ પડતી હતી તેમજ ગાય ખાધા બાદ બહાર કાઢતી હતી, જેથી તપાસમાં જાણવા મળ્યું કે તેના પેટમાં પ્લાસ્ટિક છે. જેથી અોપરેશન કરી ગાયને બચાવી લેવાઇ હતી, અા તકે ખીમજી પટેલ સહયોગી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...