તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારા આંકડા:ભચાઉ તાલુકામાં એક માસમાં જ 400થી વધુ લોકો મહામારીના ખપ્પરમાં હોમાયા

ભચાઉ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી ચોપડે નીલ પરંતુ કોરોનાથી મોતના આંકડા ચોંકાવનારા
  • તાલુકાના કાંઠાળ પટ્ટીના 20 ગામોમાં 200થી વધુ મોત
  • સ્વજનો ગુમાવનારા લોકોનો સરકાર સામે ભભુકતો રોષ

કોરોના મહામારીના કારણે મૃત્યુ પામતા લોકોના અાંકડા તંત્ર ભલે જાહેર ન કરતું હોય પરંતુ ભચાઉ તાલુકામાં અેક મહિનામાં જ 400થી વધુ લોકો મહામારીના ખપ્પરમાં હોમાયા હોવાનું બહાર અાવ્યું છે.કચ્છમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સાચા અાંકડા તંત્ર જાહેર કરતું હોય પરંતુ મહામારીઅે અનેક લોકોના સ્વજનો છીનવી લીધા છે. ભચાઉ તાલુકામાં પણ તંત્ર સબ સલામત હોવાનું રટણ કરે છે તેવામાં જે-તે ગામના સરપંચ, અગ્રણીઅો પાસેથી કોરોનાથી મૃત્યુ પામેલા હોય તેવા લોકોના અાંકડા હચમચાવી દે તેવા છે.

ગ્રામ્ય વિસ્તારના લોકો તાવ, શરદી, ઉધરસ સહિત કોરોના લક્ષણો હોવા છતાં પણ તબીબો કોરોનામાં નાખી દેશે તેવા ભયથી નથી ટેસ્ટ કરાવતા કે, નથી વ્યવસ્થિત સારવાર કરાવતા, જેના પગલે કોરોનાથી મૃત્યુ પામતા અાવતા લોકોનો અાંકડો તંત્ર પાસે પહોંચતો નથી.

તાલુકાના કાંઠાળ પટ્ટાના ગામો જેવા કે, છાડવાડામાં 15, આમલિયારા 8, જંગી 25, વાઢિયા 14, શિકારપુર 15, સામખિયાળી 30, ઘરાણા 13, આધોઇ 34, લાકડિયા 40, લલિયાણા 7, વીજપાસર 6, લગધીરગઢ 3, નવા કટારિયા 2, મોડપર 2, જૂના કટારિયા 12, સૂરજબારી 6, શિવલખા 4, લખાસારી 1, ચાંન્દ્રોડી 2 તેમજ ગુણાતીતપુર 2, શિકરા 1, મોરગર 1, નાની ચિરઈ 2, યશોદાધામ 1, મેઘપર 1, કુંજીસર 1, કુંભારડી 2, અાંબરડી 3, બુઢારમોરા 2, કડોલ 2, મોટી ચિરઈ 3, ચોપડવા 2, નંદગામ 2, ગોકુળગામ 1, વોંધ 2, વોંધડા 1, વામકા 1 મળી 269થી વધુ

તાલુકાના ઉત્તરીય ગામો જેવા કે, ખારોઇ 9, મનફરા 17, ચોબારી 30, કણખોઇ 5, ભરૂડિયા 4, કકરવા 6, કંથકોટ 4, અમરાપર-ખડીર 7, ગઢડા ખડીર 3, ગણેશપર ખડીર 3, જનાણ ખડીર 2, કલ્યાણપર ખડીર 1, ખારોડા ખડીર 1 સહિતના ગામોમાં 93થી વધુ લોકોના મોત નિપજ્યા છે. કંથકોટ સરપંચનું પણ કાતિલ કોરોનાથી મોત નિપજ્યું છે. અામ, માત્ર અેક જ મહિનાના સમયમાં ભચાઉ તાલુકામાં 400થી વધુ લોકોને કોરોના મહામારી ભરખી ગઇ છે. કોવિડ-19ના પગલે પોતાના સ્વજનો ગુમાવનારા લોકોમાં સરકાર સામે રોષ ભભુકી રહ્યો છે.

લાચારીનો ગેરલાભ : ખાનગી હોસ્પિટલોને જાણે લૂંટવાનું લાઇસન્સ મળી ગયું
કોરોનાની બીજી લહેરમાં કેસ વધતાં જિલ્લાની સરકારી, ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઅોથી ઉભરાઇ હતી. અાવા કપરા સમયે ભચાઉ તાલુકામાં જાણે ખાનગી હોસ્પિટલોને તો દર્દીઅોને લૂંટવાનું લાઇસન્સ જ મળી ગયું હોય તેમ લોકોની લાચારીનો ગેરલાભ લઇ એક દિવસનું ઓક્સિજન બેડનું ભાડુ 15 હજાર વસુલ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ દર્દીઅોને ખાનગી હોસ્પિટલોમાં પણ 50 હજાર જેટલી રાહત અાપવાની છે તેમ છતાં અા પરિપત્રની અમલવારી પણ માત્ર કાગળ પર જ રહી અને તંત્ર મુકપ્રેક્ષક બની રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...