તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના માહામારીએ આર્થિક, સામાજીક પરિવર્તન લાવી દીધું છે. કચ્છની વાત કરવમાં આવે તો અહીં પરપ્રાંતીય લોકો પોતાના વતન જઇ રહ્યાં છે. તો કચ્છીઓ પોતાના વતન પરત ફરી રહ્યાં છે ! રોજગાર ધંધા માટે મહાનગર મુંબઇમાં સ્થાયી થયેલા મુંબઇગરા કચ્છીઓ હજારોની સંખ્યામાં પરત આવી ગયાં છે. ખાસ કરીને વાગડ વિસ્તારમાં હજારો મુંબઇગરા આવી ગયાં છે. પરત આવેલા પટેલ યુવાનો હવે અહીં આવી બાપ-દાદાની ખેતી સંભાળવા માંગ છે.
જો સરકાર દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો વાગડ વિસ્તારમાં ખૂબ મોટો ફાયદો
કરછના લોકો ધંધા રોજગાર માટે મહાનગર મુંબઈમાં વર્ષોથી થાઈ થયા છે. અને નાના-મોટા ધંધાથી મોટા ઉદ્યોગપતિ અને બિલ્ડરો પણ બન્યા છે. તેમાંથી હાલ હજારો લોકો કરછમાં પરત આવી રહ્યા છે. જેમાં વાગડ વિસ્તારના પટેલ સમાજના લોકોની સંખ્યા મોટી છે. પટેલ સમાજના અમુક યુવાનો હવે અહીં જ રહેવાનો નિર્ણય કરી ચૂક્યા છે. ભચાઉના ભવાનીપુર વિસ્તારના પટેલ મૂળજી પૂજા ગોઠી પરિવારની ધ્રાગા વિસ્તરની વાળીમાં ખેતી કામમાં લાગેલા ધીરજ, અરવિંદ અને ધર્મેશને મળતા તેમનો એકજ સૂર હતો કે હવે મુંબઈ જવાની ઈચ્છા ખૂબ ઓછી છે. નવી મુંબઈ રહેતા અને બિલ્ડર લાઈન સાથે જોડાયેલા દિનેશ ગોઠીએ જણાવ્યું કે મને ખેતીમાં ખૂબ રસ હતો, આ લોકડાઉનમાં અહીં વતનમાં આવ્યા બાદ હવે ખેતી કરવી છે. તેના માટે સર્વે પણ કરી રહ્યા છીએ. આધુનિક પધ્ધતિથી ખૂબ સારી ખેતી કરવી છે. મુંબઈથી પરત આવી ખેતીના કામમાં લાગેલા યુવાનોને જો સરકાર દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો વાગડ વિસ્તારમાં ખૂબ મોટો ફાયદો જોવા મળશે.
કોઈ પટેલ યુવાન ખેતીકામની મદદ માટે કહશે તો મારી મદદ કરવાની તૈયારી
મુંબઈના સાન્તાક્રુઝના ખારઘરમાં 4000 જેટલા રેડીમેન્ટ કારખાના છે. તેમાં 90 % પટેલ યુવાનોના કારખાના છે. તેમાંથી ઘણા લોકો અહીં આવી ગયા છે. અને મુંબઈમાં જો કોરોના વધશે તો લોકડાઉન લંબાશે અને વાગડના આ બધાજ યુવાનો પાસે વતનમાં રહી ખેતી કરવા સિવાય કોઈ સ્કોપ નથી. ખેતી પટેલ સમાજના લોહીમાં છે, ત્યારે ખેતીકામ વધુ સારી રીતે થઈ શકશે તેવું ગારમેન્ટ મેન્યુફેક્ચર વેલ્ફર એસોસિયેશન સાંતાક્રુઝ મુંબઈના પ્રમુખ અનિલભાઈ ગામીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે હું અને મારા ભાઈઓ અત્યારે મારા બાપુજીને ખેતીકામમાં મદદ કરીએ છીએ. મારી ખેતીની દવાની દુકાન છે. જો કોઈ પટેલ યુવાન ખેતીકામની મદદ માટે કહશે તો મારી મદદ કરવાની તૈયારી છે. તો રવીન્દ્રભાઈ ગામીએ જણાવ્યું કે વર્ષોથી અમારા વડીલો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. અત્યારે નર્મદાની કેનાલ દ્વ્રારા જે પાણી મળે છે તેને આધારિત જો ખેતીવાડી થાય તો પટેલ યુવાનો મુંબઈને ભૂલી જાય. રાપરમાં ખેતીવાડીની દવાના વેપારી અને ખેડૂત ભાણજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે અમારા પટેલ સમાજના યુવાનો જે મુંબઈમાં રહી નોકરી કરે છે તેમાંથી મોટા ભાગના અહીં વાગડમાંજ રહેવાનું પસંદ કરશે. અને ખેતીવાડી સાથે જોડાશે.
મુંબઈના ખૂબ મોટા ધંધા રોજગાર કરછમાં આવવા તૈયાર
આંબરડીના વિજયભાઈ કરશનભાઈ ગામી દર વર્ષે સરકારને રૂપિયા આઠ લાખની વીજળીનું વેચાણ કરેછે. અને તે સિવાય પોતાની ખેતીમાં વાપરે પણ છે. તેમણે જણાવ્યું કે મારે મુંબઈમાં ગારમેન્ટ અને સ્ટેશનરીનો વ્યવસાય છે. પણ મેં ખેતીનું કામ મૂક્યું નથી. અને જો અહીં કરછમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ઉભી થાય તો મુંબઈના ખૂબ મોટા ધંધા રોજગાર કરછમાં આવવા તૈયાર છે.
ઓનલાઇન ફ્રુટ પણ વેચી શકાશે
વોંધના પટેલ યુવાન નરશીભાઈ રાવરિયા જે મુંબઈમાં ફોટોકોપીના વ્યવસાય સાથે જોડાયેલછે. તેમને પણ જણાવ્યું કે કચ્છમાં ખેતીમાં રસ છે. હું પણ કોરોના બાદ અહીં ખેતીવાડી સાથે ધંધો કરવા માગું છું. અહીં જો બાગાયતી ખેતીવાડી વધે તો કોલ્ડ સ્ટોરેજની પણ જરૂર રહેશે. ઓનલાઈન ફ્રુટ, શાકભાજીનું વેચાણ થઈ શકશે.
સરકારની સહાયતા મળે તો વાગડમાં જ મુંબઇની જેમ રેડીમેક કપડાંના કારખાના બને
આમાંથી કેટલાક પટેલ યુવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જો આ યુવાનોને સુવિધાઓ કે પેકેજ આપે તો અહીં વાગડમાં જ રેડીમેડ કારખાના ઉભા કરવા પણ પટેલ યુવાનો અને ઉદ્યોગપતિ વિચારી શકે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.