તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્ર સેવા:ચાર દાયકા બાદ સરહદી ખડીરના યુવાનની સીમા સુરક્ષા દળમાં પસંદગી થતાં ખુશી છવાઇ

કકરવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પસંદગી બાદ હાલ કચ્છનો જવાન કાશ્મીરમાં લઇ રહ્યો છે તાલીમ

લગભગ ચાર દાયકા અેટલે કે 40 વર્ષ બાદ ખડીર-અમરાપરના યુવાનની સરહદ સલામતી દળ અેટલે બીઅેસઅેફમાં પસંદગી થતાં સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે. કચ્છ પાકિસ્તાનની ખૂબ જ નજીક અાવેલો સંવેદનશિલ વિસ્તાર છે, જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ હંમેશા રક્ષા માટે તૈનાત રહે છે, ત્યારે ચાલિસ વર્ષ બાદ ભચાઉ તાલુકાના અમરાપર ખડીર વિસ્તારના યુવાન દિપક મોમાયા અાહિરની સરહદ સલામતી દળ (બીઅેસઅેફ)માં પસંદગી થઇ છે, જે હાલમાં કાશ્મીરમાં તાલિમ લઇ રહ્યો છે. ખડીર અે કચ્છના રણનું દ્વિપ છે, જેમાં સાત ગ્રામ પંચાયતો અાવેલી છે. પસંદગી પામેલા દિપકને નાનપણથી જ દેશસેવા કરવાની ઇચ્છા હતી અને અમરાપર ખાતે બીઅેસઅેફના જવાનો કામ કાજ માટે અાવતાં ત્યારે તેમની પાસેથી કઇ રીતે તૈયારી કરવી તેની માહિતી મેળવતો હતો.

અમરાપર-ખડીર વિસ્તારમાં દિપક અાહિરની બીઅેસઅેફમાં પસંદગીના સમાચાર મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. અા ઉપરાંત યુવાનનો જુસ્સો વધારવા માટે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઅો પણ અાપવામાં અાવી હતી. તાલિમ બાદ પાછો વતન ફરશે ત્યારે યુવાનના સન્માનનો કાર્યક્રમ યોજવામાં અાવશે તેવી જાહેરાત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો