તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ચોબારીના રહેણાંક વિસ્તારમાં 10 ફુટ લાંબા મગરે દેખા દેતાં લોકોમાં ભય

કકરવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામ વચ્ચેના તળાવમાંથી વન વિભાગ મગર પકડી પાડે તેવી ઉઠતી માગ

ભચાઉ તાલુકાના ચોબારીમાં રહેણાક વિસ્તારમાં આવેલા ગાંધી તળાવમાં 10 ફૂટ લાંબા મગરે દેખા દેતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, વન વિભાગ દ્વારા તાત્કાલિક મગરને પકડી, માનવ વસાહતથી દુર મૂકવામાં આવે તેવી માગ ઉઠી છે.

જવલેજ જોવા મળતા જળચર પ્રાણી એવા મગર કચ્છમાં ભારે વરસાદ બાદ ઠેક-ઠેકાણે જોવા મળી રહ્યા છે ત્યારે ભચાઉ તાલુકાના ઉત્તરીય ગામ ચોબારીમાં ગામની વચોવચ્ચ આવેલા ગાંધી તળાવમાં મગરે દેખા દેતા કુતુહલ સાથે સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગામના હમીર બીજલે જણાવ્યું હતું કે, ગામમાં લોકોએ કયારેય મગર જોયો નથી. અંદાજે 10 ફૂટ જેટલો લાંબો મગર આ તળાવમાં જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો છે. ભૂતકાળમાં તળાવ ગામની બહાર હતું પરંતુ ગામમાં ધીમે-ધીમે જનસંખ્યા વધતાં હવે આ તળાવ ગામની વચોવચ્ચ આવી ગયું છે. તળાવની પાળ ઉપર ઘણા લોકોના મકાનો આવેલા છે, જે પૈકી અમુક મકાનોના દરવાજા જ તળાવની દિશામાં ખુલે છે. ભૂલે ચુકે દરવાજો ખુલ્લો રહી જાય અથવા તો દિવાલ પરથી મગર ઘરમાં ઘુસી આવશે તો ? તેવા પ્રશ્નો સાથે લોકો રાત્રે ઊંઘી શકતા નથી. શ્વાન, ઘેટા, બકરા, વાછરડા મગરનો શિકાર બનશે તેવી ભીતિ ગામવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. મગરના સમાચાર સોશ્યલ મીડિયા પર વહેતા થતાં લોકો તો સતર્ક છે પરંતુ પશુઓ ગમે ત્યારે મગરના શિકાર બની શકે છે, જેથી વન વિભાગ દ્વારા મગરને પકડી માનવ વસાહતથી દુર મૂકવામાં આવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...