આવેદન:ખેંગારપરના ખેડૂતો નર્મદાના પાણી મુદ્દે આદિપુરથી વીલા મોઢે પરત ફર્યા !

ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઅો જ ગેરહાજર હોય તો રજૂઆત કોને કરવી ?
  • પાણીના અભાવે પાકને થતી નુકસાની અંગે હવે કલેક્ટરને આવેદન અપાશે

પાણીના અભાવે પાકને નુકસાની થતી હોઇ નર્મદાના પાણી અાવા વાગડના ખેડૂતો અાદિપુર કચેરીઅે અાવ્યા હતા પરંતુ અધિકારીઅો જ ગેરહાજર હોઇ હવે કલેક્ટરને અાવેદન અપાશે. કિસાનોઅે મોંઘાદાટ ખાતર અને બિયારણનો ઉપયોગ કરીને ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ સમયસર વરસાદ ન પડતાં કઠોળ વર્ગના મોટાભાગના પાકો બળી ગયા હતા. ત્યારબાદ પાછોતરા વરસાદથી પાકો નષ્ટ થઈ ગયા હતા.

ખેડૂતોએ એરંડાના પાકોનું મોટાપાયે વાવેતર કર્યું છે અને અેકમાત્ર એરંડાનો પાક બચી ગયો છે, પરંતુ વાગડ વિસ્તારની રેતાળ જમીનમાં વારંવાર પાણી આપવું પડે અને હવે એરંડા માટે પાણીની ખાસ જરૂર છે. વાગડ વિસ્તારમાં ભૂગર્ભજળની સુવિધા ન હોઇ નર્મદાના નીર સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. નર્મદાના પાણી એરંડા બચાવવા તેમજ રવિ પાકો જેવા કે રાયડો, ઘઉં, ધાણા, જીરું, અજમા વિગેરે પાકોનું વાવેતર કરવાની સિઝન ચાલુ થઇ ગઇ હોઇ તેના માટે જરૂરી છે.

દશેરાની અાસપાસ પાણી છોડાશે અેવી આશાએ ખેડૂતોઅે રાયડાનું મોટાપાયે વાવેતર કર્યું હોઇ, પાણી માટે 10 દિવસથી નર્મદાના કચ્છના અધિકારીઓનો ટેલીફોનિક સંપર્ક કરી રહ્યા છે અને અધિકારીઓ પણ ઠાલા વચનો આપી રહ્યા છે. અંતે ખેંગારપર સેવા સહકારી મંડળીના પ્રમુખ કાયાભાઈ વરચંદ સહિત ખેડુતોએ સૌપ્રથમ ભચાઉની વિભાગીય કચેરી અને ત્યારબાદ અાદિપુરની કચેરીઅે રજૂઅાત માટે ગયા હતા પરંતુ બંને કચેરીઅોમાં અધિકારીઅો હાજર ન હોઇ વીલા મોઢે પરત ફર્યા હતા અને અંતે કલેક્ટરને અાવેદન અાપવાનું નક્કી કર્યું છે. જો ત્યારબાદ પણ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન ચિમકી પણ ઉચ્ચારવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...