ફટાકડા બજાર શરૂ:તહેવારો પરાકાષ્ટાએ પણ ભચાઉની ફટાકડા બજારના વેપારીઓ હજુયે ગ્રાહકોની રાહમાં

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારોને લઈને ભચાઉ શહેરમાં ફટાકડા બજાર દૂર ખસેડવાનો વિવાદ ઉઠ્યો હતો જે બાદ સોશિયલ ડિસ્ટન્ટસના પાલન સાથે ફટાકડા બજાર શરૂ કરવામાં આવી છે જોકે, તેમાં પણ ઘરાકી ન નીકળતા ફટાકડાના વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે.

આ અંગેની વિગતો મુજબ, ભચાઉ શહેરમાં ફટાકડા બજારને ગામથી દૂર લઈ જવા માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા તેનો વચલો રસ્તો કાઢીને પૂરતી જગ્યાઓ છોડી કોઈ દુર્ઘટના ન થાય તે માટેના પૂરતા સાધનો સાથે ફટાકડા બજાર તેની મૂળ જગ્યાએ શરૂ કરવામાં આવી છે વિવાદ બાદ શરૂ થયેલી આ ફટાકડા બજારમાં હાલ એકલ દોકલ ગ્રાહકના દર્શન થઈ રહ્યા છે.જેને પગલે મોટો ખર્ચ કરીને ઉભી કરાયેલી ફટાકડા બજારના વેપારીઓ હાલ મૂંઝાયેલા જોવા મળ્યા હતા.જોકે તેઓ આશા સાથે બેઠા છે કે,નગરજનો અંતિમ ઘડીએ અમારી દુકાને ફટાકડા ખરીદવા આવશે અને તહેવારની ઉજવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...