તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:ભુજ, ભચાઉ અને રાપર તાલુકા પંચાયતમાં બે મહત્વની સમિતિના ચેરપર્સનની વરણી

ભચાઉ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉમાં કારોબારી પાર્વતિબેન આહીરને જ્યારે ન્યાય સમિતિ વસરામભાઇ સોલંકીને સોંપાઇ

ભચાઉમાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્યસભામાં કારોબારી અને ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ મઘીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કારોબારી ચેરમેન તરીકે પાર્વતીબેન આહીર અને ન્યાય સમિતિના અધ્યક્ષ પદે વસરામભાઈ સોલંકીની નિયુક્તિ કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રિઝવાન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, વાઘજી છાંગા ,જનકસિંહ જાડેજા, નરેન્દ્રદાન ગઢવી, વિકાસ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ તાલુકાની કારોબારીમાં જયનેશભાઇ વરૂ, સામાન્ય ન્યાય સમિતિમાં સોનલબેન મહેશ્વરી
ભુજ તાલુકા પંચાયતમાં બુધવારે કારોબારી સમિતિના ચેરમેન જયનેશભાઈ વરૂ અને સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન સોનલબેન રામજી મહેશ્વરીની વરણી કરાઇ હતી.

સદસ્ય વિનોદ લાલજી વરસાણી અને લક્ષ્મણ કરમણ મેરિયાને બેઠકના કાર્યકારી અધ્યક્ષસ્થાન આપી બંને સમિતિના ચેરપર્સની વિધિવત વરણી કરાઇ તે પ્રસંગે ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડ, ભુજ તાલુકા સંગઠન પ્રમુખ ભીમજી જોધાણી, દિલીપ શાહ, ભુજ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી વાઘજી માતા, બન્ને સમિતિના નવનિયુક્ત સદસ્યો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ડી.ડી. મતીયા, વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાની, કૌશિકાબેન મજેઠીયા, માવજી પરમાર, આંકડા મદદનીશ અંકિત ઠકકર, મદદનીશ હિસાબનીશ કલ્પેશ પટ્ટણી, કિષ્નાબેન મારૂ, દેવા આહિર, વિનોદ ભાનુશાલી, રાજેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

રાપરમાં કા. ચેરમેન પદે દાનાભાઇ વાવિયા, સા. ન્યાય સમિતિમાં કિશોરભાઇ મહેશ્વરી
રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે નિયુક્તિ કરાઇ હતી. તાલુકા પંચાયત અધ્યક્ષ હમીરસિંહ સોઢાના પ્રમુખ સ્થાને મળેલી સભામાં કારોબારી ચેરમેન તરીકે દાનાભાઇ વાવિયા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે કિશોરભાઇ મહેશ્વરીની વરણી કરવામાં આવી હતી .

અંજાર નગરપાલિકાના માજી પ્રમુખ ભરત શાહે નિરિક્ષક તરીકે સેવા આપી હતી. જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ વણવીર સોંલકી, તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દેયા, ડોલરરાય ગોર, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ કમલસિંહ સોઢા વગેરેની ઉપસ્થિતિમા બંને ચેરમેનોના નામની જાહેરાત કરાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી આર. કે. રાઠવા, આંકડા અધિકારી ડી. જે. ચાવડા, વિસ્તરણ અધિકારી બી. પી. ગુસાઈ, હરેશ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનજી ગોહિલ, ગાભાભાઈ ગોહિલ, કેશુભા વાઘેલા,જયદીપસિંહ જાડેજા, કલુભા જાડેજા, રામજી ચાવડા, શક્તિસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...