આયોજન:ભચાઉમાં ABVP પૂર્વ કચ્છનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો

ભચાઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉમાં યુરો ગ્લોબલ એકેડમીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન કરાયું હતું. જેમાં બૌદ્ધિક અને શારીરિકની તાલીમ અપાઈ હતી. જેમાં પ્રાંત ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઇ ભૂતળિયા, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય રવીભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજા, ઉમિયાશંકર જોશી, વિભાગ સંયોજક લાલજીભાઈ આહીર તથા પૂર્વ કચ્છ જિલ્લા સંયોજક વ્રજેશભાઈ પાવાગઢી ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગમાં જિલ્લા સમિતિની ઘોષણા કરાઈ હતી. જેમાં ભચાઉ શાખામાંથી નિકુંજભાઈ ગોસ્વામી અને શીતલબેન નંદુ, અંજાર નગરમાંથી રચનાબેન શર્મા અને હાર્દિક સોરઠીયા, રાપર શાખામાંથી પ્રફુલભાઈ ધેડા, આદિપુર શાખામાંથી તેજસભાઈ પાવાગઢી, સેજલબેન આહીર, હેમાંગીબેન રાજગોર, વંશીકાબેન રોહિલા, જયભાઈ આહીર, હેતભાઈ ગઢિયા અને ભૌતિકભાઈ જોશીને જિલ્લા સમિતિમાં જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...