ક્રાઇમ:ભચાઉમાં ધૂમ સ્ટાઇલથી નિકળેલા શખ્સોએ યુવતીની છેડતી કરી

ભચાઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોષે ભરાયેલા સબંધીઓ પોલીસ મથકે ધસી ગયા

ભચાઉના ભટ્ટ પાટિયા વિસ્તારમાં આજ સાંજના સમયે પસાર થઈ રહેલી એક યુવતી ને બાઈક ઉપર ધૂમ સ્ટાઇલથી આવેલા ત્રણ લુખ્ખા તત્વોએ છેડતી કરી હોવાની ઘટના બની હતી. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,આજે મોડી સાંજે ભટ્ટ પાળીયા વિસ્તારમાં ત્રણ જેટલા લુખ્ખા તત્વો જે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવીને આવ્યા હતા અને પસાર થઇ રહેલા એક મહિલાની છેડતી કરીને ધક્કો મારી ફગાવ્યા હતા. ત્યારબાદ આ લુખ્ખા તત્વો ફરી ધૂમ સ્ટાઈલ બાઇક ચલાવીને ભાગી છૂટયા હતા.

મહિલાના સંબંધી યુવાને આ લુખ્ખા તત્વોનો પીછો કરતા તેઓ કંથડનાથ દાદાના મંદિર તરફના રસ્તા તરફ ગયા હોવાનું જણાવ્યું હતું.છેડતીનો ભોગ બનનાર યુવતીના સંબંધીઓ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા અને બનાવની જાણ પોલીસને લેખિતમાં અરજી કરી જાણ કરી હતી અને આવા તત્વો સામે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે ભચા માં ઘણા સમયથી લુખ્ખા તત્વો ધૂમ સ્ટાઇલમાં બાઇક લઇ મોટા અવાજો કરી અને શહેરના મુખ્ય રસ્તાઓ પર બાઇકો દોડાવી જતા હોય છે તેવા સમયે ભચાઉ પોલીસ માત્ર તેમને જોવાનું કામ કરી પાંગળી સાબિત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...