ભાદરવા સુદ અગિયારસનો મેળો:વોંધ પાસે પ્રસિધ્ધ રામદેવપીર મંદિરે લોક મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે ચાલુ સાલે ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
  • મુંબઈથી ઓશવાળ સમાજના 300 લોકો ભચાઉથી નેજો લઇને આવ્યા

ભચાઉથી સામખિયાળી જતા નેશનલ હાઈવે પર વોંધ પાસે આવેલા પ્રસિધ્ધ રામદેવ પીરદાદાના મંદિરે વર્ષોથી ભાદરવા સુદ અગિયારસના મેળાનું આયોજન થાય છે. કોરોના કાળના કારણે ગત વર્ષે મેળો ભરાયો ન હતો પણ આ વર્ષે ભાવિકો ઉમટ્યા હતા જો કે, સામાન્ય સ્થિતિની સરખામણીએ સંખ્યા ઓછી જોવા મળી હતી. મુંબઈથી ઓસવાળ જૈન સમાજના 300 જેટલા લોકો ભચાઉથી નેજો લઇને આવ્યા હતા. મેળામાં ખાસ આકર્ષણ સમા ચકડોળ કે અન્ય રાઇડ્સ ઉભી કરાઇ ન હતી.

મેળા પૂર્વે ભાદરવા સુદ દસમની રાત્રિના બાજુમા આવેલા વિજપાસર ગામથી વર્ષોની પ્રણાલિકા પ્રમાણે રામદેવ પીર દાદાનો લીલો નેજો પૂજા આરતી સાથે મંદિર પર લગાવવામાં આવ્યો હતો તેની સાથે ભચાઉથી પણ મુંબઈથી આવેલા 300 જેટલા ઓસવાળ સમાજના લોકો દ્વારા ભચાઉ થી પગપાળા રામદેવપીર મંદિર નેજો લાવવામાં આવ્યો હતો.

સવારથી મેળાના ગ્રાઉન્ડમાં લોકોની ચહલપહલ શરૂ થઇ હતી પરંતુ કોરોનાને કારણે ખૂબ ઓછી હાજરી જોવા મળી હતી. નાસ્તા, રમકડાના સ્ટોર અને બાળકો માટેના જમ્પિંગ સિવાય કોઈ મોટા ચકડોળ કે અન્ય રાઈડ લગાવવામાં આવી ન હતી. સામખિયાળી છાડવાળા, વોંધ, વિજપાસર, ભચાઉ તેમજ નજીકના ગામ લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...