તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:અમરાપરમાં કરોડોનું જીરૂં પાકશે : 2 હજાર એકરમાં વાવેતર

કકરવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમરાપરની સાથે સમગ્ર ખડીર પંથકમાં જીરૂનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું. - Divya Bhaskar
અમરાપરની સાથે સમગ્ર ખડીર પંથકમાં જીરૂનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું.
 • જળાશયો છલોછલ ભરેલા હોવાથી કિસાનો આશાવાદી
 • સમગ્ર ખડીર પંથકમાં મોટા પ્રમાણમાં પાક લેવાયો

ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં સારા ચોમાસાના પગલે તમામ જળાશયો છલોછલ ભરાયેલા હોવાથી જીરૂનું મોટા પ્રમાણમાં વાવેતરથયું છે. એકલા રતનપરમાં જ બે હજાર એકરમાં આ પાક લેવાયો છે અને બધું સમું સુતરૂં ઉતરશે તો કરોડો રૂપિયાનો પાક ઉપજશે.આ અંગે અમરાપરના ખેડૂત અગ્રણી નારાણ આહિરે જણાવ્યું હતું કે, ગામમાં 10 મોટા ડેમ અને 20 ખેત તલાવડી ભરાઇ ગયા છે જેને લઇને 300 જેટલા ખેડૂતોએ બે હજાર એકરમાં જીરૂનું વાવેતર કર્યું છે અને પાક ઉગી પણ નીકળ્યો છે.

એકરે 10 મણનો ઉતારો આવે છે તે હિસાબે 20 હજાર મણ (એક મણના 40 કિલો) ઉત્પાદન થવાની સંભાવના છે. જો મણનો ભાવ 6 હજારની ગણતરી માંડીએ તો 12 કરોડનું જીરૂં માત્ર અમરાપરમાં જ થશે. અમરાપરની સાથે સમગ્ર ખડીર પંથકમાં જીરૂનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.રતનપરના સરપંચ દશરથ પટેલ અને બાંભણકાના બહાદૂરસિંહ સોઢાએ સૂર પૂરાવતાં કહ્યું હતું કે, જળાશયો છલોછલ હોતાં મબલખ પાક ઉતરશે.

જનાણના પૂર્વ સરપંચ નરેન્દ્ર ગઢવી અને કલ્યાણપર ગામના મુખી દયાલભાઇ શેખાણીએ સારા વાવેતર અને ખેડૂતોની મહેનતને કારણે જીરૂ જોરમાં છે તેમ જણાવ્યું હતું. ગણેશપરમાં તો અમરાપર અને રતનપરના પાણી લઇને કિસાનોએ કિસ્મત અજમાવ્યું છેે. તાલુકા પંચાયતના સભ્ય ગઢડાના ભીખુભાઇ ભીલે પણ સારા ઉત્પાદનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વીકરાધો અને ખટલી ડેમમાં સારા પ્રમાણમાં પાણી હોતાં ખરોડા અને ધોળાવીરામાં પણ જીરૂનું વાવેતર કરાયું તેમ ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો