તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ભચાઉ શાક માર્કેટમાં કોરોના ટેસ્ટ તમામ 128 ટેસ્ટ નેગેટિવથી રાહત

ભચાઉ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાછીયાઓની સાથે ફેરીયા, પાલિકા સ્ટાફ-સફાઇ કામદારના ટેસ્ટ કરાયા. - Divya Bhaskar
કાછીયાઓની સાથે ફેરીયા, પાલિકા સ્ટાફ-સફાઇ કામદારના ટેસ્ટ કરાયા.

ભચાઉમાં સોમવારે શાક મારર્કેટમાં લોકોના કોરોના ટેસ્ટ કરવામાં અાવ્યા હતાં. રાહતની વાત અે રહી કે તમામ 128 ટેસ્ટ નેટેટિવ અાવ્યા હતાં. ભચાઉમાં કોરોના મહામારીને રોકવા આરોગ્ય વિભાગે પાલિકા અને પોલીસને સાથે રાખી ભચાઉની શાકભાજી માર્કેટમાં કોરોના ટેસ્ટ કર્યા હતાં. તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષીના માર્ગદર્શન અંતર્ગત પોલીસ વિભાગના સહયોગથી શાકભાજી માર્કેટમાં વેપારીઓ, ફેરિયાઓના તેમજ નગરપાલિકા સ્ટાફ અને સફાઈ કામદારના કોવીડ ટેસ્ટ કરવામાં આવ્યા. કામગીરી સમયે ભચાઉ નગર સેવક ઉમિયાશંકર જોશી, એસ.ડી.ઝાલા, પીએસઆઈ જાટિયા સાથે પોલીસ કર્મીઓ હાજર રહ્યાં હતાં. તો સ્થળ પર તમામ વેપારીઓને માસ્ક પહેરવા, હાથ વારંવાર ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સમજ આપવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો