તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ તંત્ર:જડસાના ફાયરીંગ બનાવમાં ઘાયલને કોરોના: તંત્ર હરકતમાં

ભચાઉ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા આરોગ્ય અધિકારી સહિત પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ તંત્ર જડસા પહોંચ્યું

ભચાઉ તાલુકાના જડસા ગામે અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી કાકાઈ ભાઈ પર થયેલ ફાયરિંગમાં હરેશ માના કોલી યુવાન ઘાયલ થયો હતો. તેને પ્રથમ ભુજમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે સિવિલ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને કોરોના પોઝીટીવ આવતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું અને 30 લોકોને સંસ્થાકીય કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. ભચાઉ પ્રાંત અધિકારી પી. એ.જાડેજા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કન્નડ, ભચાઉ મામલતદાર કે.જી વાછની અને સામખિયાળી પોલીસ અધિકારી સહિતની ટીમ જડસા પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા જડસા ગામમાં જે લોકો ફાયરિંગમાં ઘાયલ યુવાનના સમ્પર્કમાં આવ્યા હતા, તેવા 26 લોકોને ભચાઉમાં સંસ્થાકીય કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમાં 20 લોકોને ભચાઉ આહીર સમાજવાડી અને 6 લોકોને પંચાયત ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા છે, વધુમાં તેના પરિવારના 3 સભ્યોને ભુજ રાખવામાં આવ્યા છે. આ બનાવમાં ઘાયલ યુવાનના સમ્પર્કમાં આવેલા પોલીસ સ્ટાફ માટે એલ.સી.બી વિભાગ તેનું લિસ્ટ બનાવી ચકાસણી કરશે, તેમજ સારવાર કરનારની પણ તપાસ કરવામાં આવશે. તદુપરાંત ઘાયલ યુવાન કેવી રીતે અને ક્યાં કોરોનાના સમ્પર્કમાં આવ્યો તેની તપાસે પણ વેગ પકડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો