તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ચાલુ વરસાદે અજાણ્યા વાહનની ટક્કર લાગતાં બાઇક ચાલક સામખિયાળી રેલવે કર્મીનું મોત

સામખિયાળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલ લઇ જતા ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને મૃતકની બાઇક. - Divya Bhaskar
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલ લઇ જતા ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને મૃતકની બાઇક.
  • રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હિટ એન્ડ રનના બનાવમાં વધુ એક જીવ ગયો
  • ટોલ પ્લાઝાના કર્મચારીઓ ઘાયલ યુવાનને હોસ્પિટલ લઇ ગયા પણ કારગત ન નિવડ્યું

ભચાઉ તાલુકાના સમખીયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે શુક્રવાર બપોરે અંદાજિત 2 વાગ્યાની આસપાસ વરસતા વરસાદે ઇલેક્ટ્રોથર્મ કંપની પાસે કાળા કલરના પલ્સર બાઇકથી સામખિયાણી રેલવે કોલોની થી ભાઉ જઈ રહેલા યુવાન રેલવે કર્મીઓને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં હીટ એન્ડ રનના આ બનાવમાં તેનું કરુણ મોત નીપજ્યું હોવાની અરેરાટી ભગરી ઘટના સર્જાઇ હતી.

શુક્રવારે બપોરે સમખીયાળી નજીક ઇટલી એકમ સામે બનેલી આ ઘટનામાં મુળ બિહારના અને હાલે સામખિયાણી રેલવે કોલોનીમાં રહેતા અને રિલેમાં નોકરી કરતા 23 વર્ષીય ચંદન સિંગ અમેન્દ્રનારાયણસિંગ સામખિયાળીથી પોતાનું બાઇક લઇને ભચાઉ તરફ જઇએ રહ્યો હતો. તે ઇટલી કંપની પાસે પહોંચ્યા હતા ત્યારે વરસતા વરસાદમાં પૂરપાટ જઇએ રહેલા અજાણ્યા વાહનના ચાલકે તેજી બાઇકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટના સર્જાતાં સમખીયાળી ટોલ ગેટ પર ફરજ બજાવી રહેલા હરદેવસિંહ જાડેજા, હેતુતા ઝાલા સહિત ના કર્મીએ ઇજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક નજીકના લા કડિયા ખાતેના સરકારી દવાખાને ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતું. આ દુર્ ઘટનાની જાણ પોલીસને થતાં આગળની તપાસ હાથ ધરી છે.

ટોલ કર્મીએ મૃતક ના આઈડી તપાસતાં ઓળખ થયા બાદ તેમના પરિવારનો સંતર્પક કરી જાણ કરતા તેમના પરિવાર અને મિત્રો લાકડીયા. આરોગ્ય કેન્દ્ર માં આવી પહોંચ્યા હતા. હાલ આ ઘટનાથી પરિવાર અને મિત્ર સર્કસમાં માતમ છવાયો હતો. અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ સામખિયાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરજબારી ટોલ પાસે ટાઇલ્સ ભરેલું કન્ટેનર રોડ પર પડતાં ટ્રાફિકજામ

મોરબી થી ટાઇલ્સ લોડ કરી મુદ્રા જઈ રહેલા કન્ટેનર ટ્રેઇલરમાંથી કન્ટેનર સુરજબારી ટોલનાકું પાસે નીચે પડી જતા રોડ બંધ થઇ ગયો હતો જેને કારણે ટ્રાફિક જામ સર્જાયા હતો.ટ્રાફિક ટીમે બે હાઇડ્રો મશીન લગાવી કન્ટેનર ને ખસેડી એક સાઈડનો રોડ ચાલુ કરાવ્યો હતો.

શિકારપુર પાસે કોલસો ભરેલું ટ્રક પલટ્યું : કોઇ જાનહાની નહીં

ભચાઉ તાલુકાના શિકારપુર ચોકડી પાસે કોલસો ભરી ને જઈ રહેલી ટ્રક પલ્ટી ખાઈ જતા કોઈ જાનહાની થઇ ન હતી ટ્રક માં ફસાયેલાં ચાલકને લોકોએ સહી સલામત બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...