તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંદકીના સામ્રાજ્ય:વેપારીઓની લાપરવાહીથી ભચાઉ પ્લાસ્ટિકના પ્રદુષણમાં લપેટાયું, શહેરમાં ચોમેર પ્લાસ્ટિકના ઝબલા અને વસ્તુઓ જોવા મળે છે

ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરો ફેલાવતા લોકો સામે પાલિકા કરશે કાર્યવાહી

ભચાઉમાં ઘણા સમયથી પ્લાસ્ટિકની થેલી અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું પ્રમાણ વધ્યું છે જેના કારણે શહેર સ્વચ્છ રહેવાને બદલે પ્રદૂષણ નો ઝોન બન્યુ હોય તેવું જણાઇ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકના ઝબલા, ગ્લાસ અને ડીસો નજરે પડે છે. પાલિકાના અનેક પ્રયત્નો છતાં વેપારીઓ આ પ્રદૂષણ અંગે લાપરવાહ જણાઇ રહ્યા છે

શાકભાજી માર્કેટ, ચા નાસ્તાની લારીઓ , કરિયાણાના વેપારીઓ , મીઠાઈની દુકાનો અને રેકડી ફેરી વાળાઓ પ્લાસ્ટિકના ઝબલાનો બેફામ ઉપયોગ કરીને શહેરને પ્લાસ્ટિકના પ્રદૂષણમાં લપેટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લા પ્લોટ , ખુલ્લી જગ્યાઓમાં ચારે તરફ પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે. આ બાબતે નગરપાલિકાના પ્રમુખ કલાવતી બેન જોશીને પુછતા તેમણે જણાવ્યું કે સુધરાઇ દ્વારા અનેક વખત પ્લાસ્ટિક બંધ કરવાના પ્રયત્નો થયા છે પણ વેપારીઓ તેનો બેફામ ઉપયોગ કરતા થઈ જાય છે તેમ છતાં નગરપાલિકા પ્રયત્નો કરી રહી છે અને આવનારા દિવસોમાં આ અંગે સખ્તાઇ સાથે કામ કરાશે.

નગરજનો માત્ર દસ રૂપિયાની વસ્તુ ખરીદે તો પણ પ્લાસ્ટિકની થેલી માંગીને તેનો ઉપયોગ કરે છે. ગૃહણીઓ શાક-ભાજી આ ઝબલામાં લઈ બગાડ હોય તે ઝબલામાં જ ફેંકી દે છે. આવી પ્લાસ્ટિક બેગ ખાઇ જવાથી અનેક ગાય મોતને ભેટી છે. વેપારી મંડળ દ્વારા અભિયાન શરૂ કરી પ્લાસ્ટિક મુક્ત શહેર બને તેવું પર્યાવરણ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો