બેદરકારી:ભચાઉ બસ સ્ટેશનમાં ખિસ્સાકાતરુ યુવાનને લોકોએ રંગે હાથ ઝડપ્યો છતાં નાસી ગયો

ભચાઉ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ બસ સ્ટેશનમાં ખિસ્સાકાતરુ યુવાનને લોકોએ રંગે હાથ ઝડપ્યો છતાં નાસી ગયો

ભચાઉ શહેર અને અહીંના એસ.ટી.બસ સ્ટેશનમાં કેટલાય સમયથી ખિસ્સા કાતરૂઓની એક સક્રિય ટીમ લીલા કરીને જતી રહે છે, જેમાં એક યુવાન કેટલીયે વખત ઝડપાઈ ચુક્યો છે પરંતુ તેણે અમુક ક્રિયાઓને લઇ છટકીને જતો રહે છે. જે બાદ ફરી મંગળવારે ચોર ઇસમ ભચાઉ એસ.ટી.બસ સ્ટેશનમાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો પરંતુ છટકી પણ ગયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ એસ.ટી.બસ સ્ટેશનમાં મંગળવારે ખિસ્સાકાતરૂ યુવાનને મુસાફર યુવાનનો મોબાઈલ નીકળી ગયા બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પરંતુ ખિસ્સાકાતરૂએ કડા કરીને પોતાના હાથમાં આવેલો મોબાઈલ તેના સાગરીતને આપી પોતે મોઢાની અંદર કોઈ ગોળી મૂકી લોહી જેવું પ્રવાહી મોઢામાંથી બહાર કાઢી નાટકીય કળા કરતા પોલીસ અને લોકોના હાથમાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો. આ ખિસ્સાકાતરૂ યુવાન આવી જ રીતે ભચાઉ શહેરમાં અનેક વખત કળા ચૂક્યો છે. ભચાઉના એસ.ટી.બસ સ્ટેશનમાં કેટલીક મહિલાઓના થેલીમાં રહેલા રૂપિયાના પાકીટ, મોબાઈલ આ ખિસ્સાકાતરુઓ દ્વારા ચોરી કરી લેવામાં આવ્યા છે . જેમાં આ યુવાનોને અહીંના ફેરિયાઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતા.

બાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો પરંતુ પોલીસ દ્વારા તેને મોઢામાંથી લોહી નીકળતું હોવાથી 108ની મદદથી ભચાઉની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવે અને ત્યાંથી તે આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ મુસાફરોના પાકીટ મોબાઇલની ચીલ ઝડપ થયા બાદ મુસાફરોને બસમાં પ્રવાસ કરીને દૂર જવું હોવાથી તેઓ પોલીસમાં ફરિયાદ કરી શકે તેવા સંજોગો નહોતા આ ખિસ્સાકાતરૂ માટે મોકળું મેદાન બની જાય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...