ચોરી:ભચાઉ બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરૂએ બે મહિલાની થેલી કાપી

ભચાઉ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ જતી બહેનોની 1500રોકડ અને એટીએમ કાર્ડ ગયા

ભચાઉના એસ.ટી.બસ સ્ટેશનમાં આજે ખિસ્સાકાતરૂ ટીમે બે અલગ અલગ મહિલાઓની થેલીમાં કાપા મારી પોતાની જુની કળા બતાવી હતી. જમાં 1500રોકડ, એટીએમકાર્ડ સહિત મોબાઇલની ઉઠાંતરી કરી ગયા હતા. પ્રવાસીઓથી સતત ધમધમતા ભચાઉના એસ.ટી.બસ સ્ટેશનમાં કેટલાય સમયથી ખિસ્સાકાતરૂઓ પ્રવાસીઓના કિસ્સાઓ કાપી મોબાઇલ સેરવી કળા કરી જતા રહે છે. એવા સમયે બચાવના એસ.ટી.બસ સ્ટેશનમાં આજ સવારે 10:30 વાગ્યાના સુમારે બે મહિલા પ્રવાસીઓ જે ભચાઉ થી અંજાર તરફ લોકલ બસમાં પ્રવાસ માટે બસમાં ચડી રહી હતી. તે દરમિયાન ખિસ્સાકાતરૂ દ્વારા થેલીમાં બ્લેડ જેવું ધારદાર હથિયાર વાપરી થેલીને કાપી થેલીમાં રહેલી રોકડ રકમ સહિત મોબાઈલ સેરવી લેવામાં આવ્યા હતા.

જાણવા મળેલી વિગતો મુજબ, ચોપડવાના મહિલા અને તેની સાથે રહેલા એક બેન હોસ્પિટલના કામે જઈ રહ્યા હતા. તેમની થેલી અહીંના એસ.ટી.બસ સ્ટેશનમાં જ કપાઇ હતી પરંતુ અંજાર જતી લોકલ બસમાં બેસી ગયા બાદ થેલીમાંથી પાણીની બોટલ બહાર ફંગોળાઇ જતાં થેલીમાં રહેલ રોકડ રૂપિયા 1500 અને એટીએમ કાર્ડ ચોરાઈ ગયા હોવાની જાણ મહિલાની થઈ હતી. તો બીજી તરફ ભચાઉના ભવાનીપુર વિસ્તારના અંજાર જતા મહિલા ની થેલી પણ આ જ રીતે કપાઇ હતી જેમાં થેલીમાં રહેલા રોકડ રૂપિયા સહિત તેમનો મોબાઈલ સોરી જોવાયો હતો. ભચાઉના એસ.ટી.બસ સ્ટેશનમાં અગાઉ પણ એક કોલેજિયન યુવતી કોલેજ બેગ માં રખાય મોબાઈલ અને રોકડ રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા

સીસીટીવીથીચાંપતી નજર રખાય તેવી માંગ
શહેરના એસટી બસ સ્ટેશનમાં રોજબરોજ બનતા ખિસ્સાકાતરૂના આવા બનાવ બાદ અહીં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા થી ચાંપતી નજર રાખવામાં આવે અને પ્રવાસીઓને લાઉડ સ્પીકર દ્વારા ખિસ્સાકાતરૂથી સાવધાન તેવું જણાવવામાં આવે તેવું પ્રવાસીઓ ઇચ્છી રહ્યા છે. પણ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ આ બસ સ્ટેશનના અમુક જ કેમેરા ચાલુ છે. ત્યારે સત્વરે ચાલુ કરી યોગ્ય ઉપયોગ કરાય તેવી માંગ પણ ઉઠી હતી.

ફરિયાદ માટે પોલીસ મથકે પહોંચ્યા પણખો અપાયો
આ ઘટના બાદ ફરિયાદ કરવા માટે પતિ-પત્ની બંને ભચાઉના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.પરંતુ હાજર પી.એસ.ઓ દ્વારા ફરિયાદ બાબતે ખો આપી દેવામાં આવ્યો હતો. દંપતીને ફરિયાદ કરવી હતી પરંતુ પોલીસ દ્વારા સહકાર ન મળતા તેઓ પરત ફર્યા હતા. પોલીસના આવા વલણને કારણે આવા તત્વોમાં કદાચ ડર નીકળી ગયો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...