હાલાકી:ભચાઉ તાના 100 જેટલા પ્રવાસી શિક્ષકો માર્ચથી વેતન વિહોણા

ભચાઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના 100 જેટલા પ્રવાસી શિક્ષકોના માર્ચ મહિનાથી વેતન ન ચૂકવાતા નારાજગી વ્યાપી હતી. આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપીને યોગ્ય પગલા ભરવાની માગ કરાઇ હતી. શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ કોરોના કાળમાં તકલીફમાં મુકાયા છે કારણ કે માર્ચ માસથી વેતન ચુકવવામાં આવ્યું નથી. બીજી બાજુ ફરજ નિયમિત બજાવાય છે. મહેનતાણું વધારવા, જાહેર રજા, રવિવાર, વેકેશનનો પગાર પણ મળવા જોઈએ તેવી માગ કરાઇ હતી. આવનારા દિવસોમાં સરકારી કામગીરી સોંપવામાં આવે તો શિક્ષકો ઉત્સુક છે તેમ જણાવાયું હતું. મામલતદારના માધ્યમથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ઉદેશીને રજુઆત કરાઇ હતી. કીર્તિકુમાર પરમારે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જો યોગ્ય નહીં કરાય તો તા. 20/9ના ગાંધીનગર રજુઆત કરવા જશું જેમાં ગુજરાતભરના પ્રવાસી શિક્ષકો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...