તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ચોપડવા નજીક રેલ્વે ટ્રેક પાસેથી અજ્ઞાત યુવાન મૃત હાલતમાં મળ્યો

ભચાઉ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જાણ બાદ ઓળખ ન થતાં મૃતદેહ રામબાગ મોકલાયો

ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આવેલા રેલ્વે ટ્રેક પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં અજ્ઞાત યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઇ મૃતદેહ ભચાઉ સીએચસી લઇ અવાયા બાદ ઓળખ ન થતાં આદિપુર રામબાગ હોસ્પિટલ મોકલ્યો હતો. આ બાબતે તપાસનીસ અધિકારી પીએસઆઇ એ.કે.મકવાણાએ જણાવ્યું હતું કે, બપોરે 12 વાગ્યે પોલીસને જાણ કરાઇ હતી કે અંકુર સોલ્ટ નજીક રેલ્વે ટ્રેક પાસે એક મૃતદેહ મળી આવ્યો છે. આ જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અંદાજે 35 વર્ષીય લાગતા મૃત યુવાનને માથાના ભાગે તેમજ ડાબા પગમાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યુ઼ હતું સંભવત ટ્રેનની ટક્કર લાગવાને કારણે મોત નિપજ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે મૃતક યુવાનની ઓળખ થઇ ન હતી. અજ્ઞાત યુવાનના મૃતદેહને ભચાઉ સીએચસી નગરપાલિકાના વાહનમાં લઇ અવાયા બાદ અળખ થઇ ન હોવાને કારણે મૃતદેહ આદિપુર કોલ્ડ સ્ટોરેજમાં રાખવા મોકલાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...