લાપરવાહી:ભચાઉમાં વરસાદ વચ્ચે વીજ વિભાગની સંતાકૂકડી

ભચાઉ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેંક સહિત અનેક કચેરીઓના કામો અટક્યા

ભચાઉમાં બે દિવસથી મેઘરાજાએ હેલી શરૂ કરી છે તેમ ભચાઉ પીજીવીસીએલ તંત્ર જાણે સંતાકૂકડી રમી રહ્યું હોય તેમ થોડી થોડી વારે લાઈટ બંધ થકી હેરાનગતિ આપી રહ્યું હતું. ભચાઉમાં ગત રાતથી જ વીજ પુરવઠા તંત્રની કામગીરી અને તેની લાપરવાહી લોકો સામે આવી રહી હતી. ઘણા વિસ્તારોમાં વીજ પ્રવાહ આવ જા કરી રહ્યું હતું તો ઘણા વિસ્તારોમાં ભારે વીજ પ્રવાહથી વીજ ઉપકરણો બળી ગયા હતા. વીજ ધાંધિયાથી મામલતદાર કચેરીની સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ, નોંધ, ખરી નકલ, વિધાર્થીઓના દાખલા જેવા અનેક કામો અટકી પડતા કચેરીના બેઠક કક્ષમાં લોકોની ભીડ જોવા મળી હતી. ભચાઉની બેંકોમાં પણ વ્યવહારો અટક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...