તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર પર વજ્રધાત:ભચાઉમાં લાપતા બનેલા યુવાનનું ફાટક પાસે ટ્રેન અડફેટે મોત થયું

ભચાઉ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર પોલીસ મથકે ગયો ત્યાં બનાવની જાણ થઇ
  • બનાવ પાછળ હકીકત જાણવા પોલીસે તપાસ શરૂ કરી

ભચાઉમાં આજે સવારે ગુમ થયેલા પોતાના ભાઈની ગુમ નોંધાવવા માટે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશને ગૂમ નોંધ નોંધાવવા માટે ગયા હતા જ્યાં ફરજ પરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે કદાચ આ ભાઈનો મૃતદેહ ભચાઉની સરકારી હોસ્પિટલમાં ઓળખ માટે રખાયો છે જે કાલે સાંજે ખવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ સાંભળતા પરિવારના સભ્યોના પગ ઢીલા થઇ ગયા હતા.

મૂળ આધોઈના હાલ ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રહેતા ભરત ધરમશીભાઈ પ્રજાપતિ અને તેમના ફઇના દીકરા લાલજીભાઈ પ્રજાપતિ ભચાઉના પોલીસ મથકે પોતાના ભાઈ કાનજી ઉર્ફે કાનો ધરમશીભાઈ પ્રજાપતિ ઉમર 42 જે ગઈકાલે સવારે પોતાના ઘરેથી કયા વગર નીકળી ચૂક્યા હતા અને ઘરે પરત ન ફરતા આજે સવારે ભચાઉના પોલીસ સ્ટેશન મથકે તેમની ગુમનોંધ લખાવવા માટે પહોંચ્યા હતા ત્યારે કંઈક આવું દ્રશ્ય તેમની સામે ખડું થયું હતું, ત્યારબાદ ભચાઉની સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં રહેલા મૃતદેહને જોતા જ તે મૃતદેહ કાનજી ઉર્ફે કાનો ધરમશીભાઈ પ્રજાપતિનું હોવાનું જાણવા મળ્યું હતું.

ગઇકાલે મોડી સાંજે માનસરોવર નગર નજીક આવેલા ફાટક પાસે ટ્રેનની અડફેટે ગંભીર રીતે ઘવાયા બાદ રેલ્વે તંત્રના પોલીસ જવાનો દ્વારા આ યુવાનને ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબ ડોક્ટર રાઘવ પંડ્યાએ જરૂરી સારવાર આપીને ઇજાગ્રસ્ત યુવાન કાનજી પ્રજાપતિને ભુજ સારવાર માટે લઇ જવાતો હતો તે સમયે જ યુવાન નું અવસાન થયું હતું તેમજ આ યુવાનની હજુ સુધી ઓળખ ન થતા તેમના મૃતદેહને ભચાઉની સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવેલ જ્યાં આજે સવારે તેની ઓળખ થઈ હતી. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...