તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા પરમો ધર્મ:કાર મારફતે રૂપિયા લીધા વગર કોરોના દર્દીઓની સેવા કરતો કડોલનો યુવાન

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં માતા-પિતાનું અવસાન થયું છતાં સેવા અવિરત ચાલુ રાખી

ચાલી રહેલા કોરોના કાળમાં ભચાઉ તાલુકાના કડોલ ગામના આહીર યુવાને માનવ સેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર અપનાવી એકપણ રૂપિયાની આશા વગર પોતાની પાસે રહેલી કારથી કોરોના તેમજ અન્ય દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાની અમૂલ્ય સેવા ચાલુ રાખી છે. ભચાઉ તાલુકાના યુવાન વેલજીભાઈ હરિભાઈ આહિર ખેતીકામ સાથે જોડાયેલા છે, પરંતુ હાલ ચાલી રહેલા કોરોનામાં પોતાના ગામમાં શરદી, તાવ, ઉધરસ તેમજ કોરોનાના દર્દીઓને ભચાઉ, મનફરા લઈ આવવા-જવાની સેવા આપી રહ્યા છે તેમજ કોરોનાના દર્દીઓને વધુ સારવાર માટે ગાંધીધામ, અંજાર, ભુજ, મુન્દ્રાની હોસ્પિટલ સુધી પણ પહોંચાડવા અને જરૂરી લાગે તો તેમની સાથે ચાર-પાંચ દિવસ રહીને તેમની સેવા કરે છે.

આ યુવાને અત્યાર સુધી 15થી 17 લોકોને ભચાઉથી ભુજની હોસ્પિટલમાં પોતાની કારમાં લઈ ગયા છે, ઉપરાંત કોઈ દર્દી પાસે દવા કે અન્ય વસ્તુના જો રૂપિયા ન હોય તો તરત જ આ યુવાન રૂપિયા બાબતે પણ મદદરૂપ થયા છે. આ અંગે વેલજી ભાઈ આહીર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, મારા પિતા પણ કોરોનામાં જ અવસાન પામ્યા હતા. જેમની વેદના મેં જોઈ છે. તા. 23/4ના યુવાનના પિતા હરિભાઇ આહીરનું અવસાન થયું તેમ છતાં પણ આ યુવાને પોતાની દર્દીઓ પ્રત્યેની સેવાને હજુ પણ ચાલુ રાખી છે. તા. 11/4થી વેલજીભાઈ આહિરે પોતાની કારને એમ્બ્યુલન્સની જેમ ઉપયોગ કરીને દિવસ-રાત જોયા વગર સેવા કરી છે અને વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઇ શકે તે માટે તેમણે સોશ્યલ મિડિયા દ્વારા પેમ્પલેટ બનાવીને લોકો સુધી આ સંદેશો પહોંચાડયો છે.

કારથી દવાઓ સહિતની સુવિધાઓ પણ પહોંચાડાઇ
વેલજી ભાઈ આહિરે પોતાની કાર નો ઉપયોગ કોરોના દર્દીઓને હોસ્પિટલ પોહચાડવા ઉપરાંત ઓક્સિજન બોટલ, રેમડીસીવર ઇંજેક્શન અને જરૂરી દવાઓ પહોંચાડવા માટે દિવશ રાત જોયા વગર લોકોની મદદ કરી છે

અન્ય સમાચારો પણ છે...