તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભચાઉની બજારમાં ફાઇનાન્સની ઓફિસમાં આગ લાગતાં દોડધામ

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઇન બજારમાં આવેલી કચેરીમાં આગ લાગતાં કાબુમાં લેવા પણ દમ આવી ગયો

ભચાઉની મેઇન માર્કેટમાં આવેલી એચડીબી ફાઇનાન્સની ઓફિસમાં ઉઘડતી બજારે જ આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. સાંકડી જગ્યાને કારણે ફાયર ફાઇટર ટીમને પણ આગને કાબુમાં લેવા દમ આવી ગયો હતો. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ પાસે આવેલા કોમ્પલેક્સના ઉપરના માળે આવેલા એચડીબી ફાઇનાન્સની ઓફિસમાં સવારે જ અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આ બનાવના પગલે ભચાઉ નગરપાલીકાની ફાયર ફાઇટર ટીમ આગને કાબુમાં લેવા પ્રયત્ન શરૂ કર્યા હતા. પાલિકાના ફાયર મેન પ્રવિણ દાફડાએ જણાવ્યું હતું કે, આગ એસીને કારણે લાગી હોવાનું જણાઇ રહ્યું છે આગ ઓફિસની અંદર પ્રસરી ગઇ હતી જેને કાબુમાં લેવા ફાયર ફાઇટર ટીમને અથાક મહેનત કરવી પડી હતી. એચડીબી ફાઇનાન્સની આ શાખાના બ્રાન્ચ ઇન્ચાર્જ જગદિશ વી.બારોટે જણાવ્યું હતું કે, આ આગની ઘટનામાં તેમની ઓફિસની મોટા ભાગની સામગ્રી ખાક થઇ ગઇ છે. આ આગે દેખા દેતાં દોડધામ મચી ગઇ હતી અને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ચાર દિવસમાં વોંધમાં ચાર અને ભચાઉમાં એક એમ પાંચ દિવસમાં 5 બનાવો બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...