તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભચાઉ વિસ્તારની હાઇવે હોટલો અને પાણીના ધંધામાં છૂટક મજુરી કરતા 16 વર્ષીય કિશોરની સાડાચાર મહિના પહેલાં ગુમનોંધ નોંધાયા બાદ પોલીસે તેની સાથે કામ કરતા ઇસમને પુછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને એ ગુમ થનાર 16 વર્ષીય કિશોરની હત્યા કરી મૃતદેહ શિકરા નજીક વાડી વિસ્તારના કુવામા઼ ફેંકી દીધો હોવાની કબુલાત આપતાં સાડા ચાર મહીના પહેલાની ગુમનોંધ પરિવાર માટે કરૂણાંતિકામાં ફેરવાઇ હતી.
ભચાઉ પોલીસ મથકના પીઆઇ એસ.એન.કરંગીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉના નવા બસ સ્ટેશન પાસે આવેલી હોટલમાં કામ કરતો મૂળ બનાસકાંઠાના કાંકરેજના શેખલા ગામનો 16 વર્ષીય લવકુમાર ઉર્ફે વિજય ઉદયસિંહ ઠાકોર સાડા ચાર મહિના પહેલાં ઼ ગુમ થયો હતો જેની જાણ તેના પિતાજી ઉદેશિંહ ઉર્ફે ઉદાજી એ ભચાઉ પોલીસ મથકે કરી હતી.
જેમાં આજે શંકાસ્પદ હાલતમાં પકડાયેલા હત્યારા સંતરામપુરના 22 વર્ષીય અશ્વિન ભરતભાઇ માલીવાડની પૂછપરછ કરતા લવ કુમારનો તે મિત્ર હતો અને મોબાઇલ બાબતે બંને મિત્રો વચ્ચે બોલાચાલી થયા બાદ મિત્ર લવકુમાર વિજયને ફોસલાવી દુર્ગમ વિસ્તારમાં લઈ જઈ માથાના ભાગે લાકડાનો ધોકો મારીને જાનથી મારી નાખી અને ખાલી કૂવામાં તેના મૃતદેહને નાખી દીધો હોવાની કબૂલાત આપી હતી. આ કબૂલાત બાદ મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. હાલ આરોપી અશ્વિનને પોલીસે રાઉન્ડઅપ કર્યો છે કોવિડ-19 ટેસ્ટ બાદ કોર્ટમાં રજુ કરાશે. હાલ મૃતકના પરિવારમાં આ ઘટનાથી માતમ છવાયું છે.
પોલીસ સ્ટેશને આઇજીપીના ઇન્સ્પેક્શન દરમિયાન જ આ ઘટના પ્રકાશમાં આવી
ભચાઉ પોલીસ મથકે એક તરફ બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયાનું ઇન્સ્પેક્શન હતું તે દરમિયાન જ આ હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે આ ગુમનોંધ બાદ થયેલી હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.