જોખમી હાઇવે:નેશનલ હાઇવે પર ગત વર્ષે 91 મોત, આ વર્ષે 20 મોતની ઘટના

ભચાઉ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામ-સામખિયાળી હાઇવે પર પેટ્રોલ પમ્પ અને હોટલોના કટ બંધ થયા તો અકસ્માતો ઘટયા

પુર્વ કચ્છના ગાંધીધામ-સામખિયાળી નેશનલ હાઇવે પર હોટલો અને પેટ્રોલપમ્પ સંચાલકો દ્વારા પોતાના ફાયદા માટે રેલિંગ તોડીને ઉભા કરાયેલા કટ વર્ષ-2020માં પૂર્વ કચ્છ એસપી દ્વારા બંધ કરાવ્યા બાદ અકસ્માતોની સંખ્યા ઘટી છે. આંકડાકીય મળેલી વિગતો મુજબ વર્ષ-2020 માં આ હાઇવે પર માર્ગ અકસ્માતોમાં 91 લોકોએ જીવ ગુમાવ્યા હતા તો આ કટ બંધ કર્યા બાદ ચાલુ વર્ષે 20 લોકોએ જીવ ગુમાવ્યા છે તો ડોર-ઢાંખરના મૃત્યુમાં 78 ટકા ઘટાડો થયો હોવાનો દાવો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરાયો છે.

આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અપાયેલી આંકડાકીય વિગતો મુજબ,ગાંધીધામ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમના સહયોગથી સામખીયાળી ગાંધીધામ ટોલ પ્લાઝાના હોદેદારો દ્વારા હાઇવે પર થતા રોડ અકસ્માત તથા પ્રાણીઓના મુત્યુ સબંધે ઘટાડો કરવા પૂર્વ કચ્છ એસપી મયૂર પાટિલે તા.13/8/2020 ના રોજ નેશનલ અને સ્ટેટ હાઇવે ઓથોરિટીને કરેલી લેખિત રજુઆત બાદ ગાંધીધામ થી સામખયાળી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-41 ઉપર આવેલલી હોટલો અને પેટ્રોલ પમ્પોના સંચાલકો દ્વારા ગેરકાયદેસરના પ્રવેશ અને ગેરકાયદેસર પ્રવેશતા રસ્તાઓ બંધ કરવાની યોજના કરવામાં આવેલ જે અનુસાર સક્રિય પોલીસ કર્મચારીઓના સાથ-સહકાર થી 70 જેટલા ગેરકાયદેસર પ્રવેશ બંધ કરવામાં આવેલ અને આવા સતત પ્રયત્નોના પરીણામે લોકો ને વિક્ષેપ મુકત ડ્રાઇવિંગના અનુભવો થવાની સાથે ગત વર્ષ કરતાં અકસ્માતોની સંખ્યા પણ ઘટી હોવાનો દાવો કરાયો હતો. વર્ષ-2020 માં આ હાઇવે પર માર્ગ અકસ્માતોમાં 91 લોકોએ જીવ ગુમાવ્યો હતો જે આ રેલિંગ લાગ્યા બાદ આ વર્ષે અત્યાર સુધી 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો ઢોર-ઢાખર ના મુત્યુમાં 78 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો.

પોલીસ વિભાગ દ્વારા હજી પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી
રોડ અકસ્માતમાં જેમના સ્વજનો ચાલ્યા ગયા છે તેવા પરિવારના કેટલાક લોકોએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે, રોડ-રસ્તાના પેટ્રોલ પંપ અને હાઈવે હોટલો દ્વારા જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નુકસાન કરી કટ કરી રોડને તોડી પાડવામાં આવે છે તેમના સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી તે થવી જોઈએ, કારણ કે જે તે પોલીસ સ્ટેશન હેઠળ રોડ અને નુકસાન કરી કટ કરવામાં આવે છે તે પોલીસ અધિકારી દ્વારા હાઇવે હોટલ કે પેટ્રોલ પંપ માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

હાઇવેમાં સવલત ખાતર કાયદેસર કટ અપાયા
એસપીની સૂચના બાદ રેલિંગ લગાવી હોટલો અને પેટ્રોલપમ્પ સામેના હાઇવે પરની કટ બંધ કરાયા પણ એવી પણ જાણકારી મળી રહી છે કે, સામખીયાળીથી ભચાઉ વચ્ચેની અમુક હોટેલો અને પેટ્રોલ પમ્પના સંચાલકો દ્વારા લોંખડના બેરી કેડ અને રેલિંગ તોડી કટ બનાવી ગાડીઓ માટે રસ્તા બનાવ્યા છે. આ બાબતે જ્યારે આંકડાકીય વિગતો આપનાર તંત્રને પુછાયું તો તે જાણવા મળ્યું કે તેમણે મંજૂરી મેળવેલ છે . પણ કોની મંજૂરીથી આ રીતે કટ ચાલુ રખાયા છે ? પોલીસ કે નેશનલ હાઇવે ઓથોરીટી ? એ બાબતે કોઇ ફોડ પડાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...