ક્રાઇમ:ભચાઉમાં 40 વર્ષીય મહિલાનું લગ્નના લાલચે અપહરણ

ભચાઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના ખરોઇ ગામે 3 સંતાનોની માતા એવી 40 વર્ષીય મહિલાનું લગ્નના લાલચે અપહરણ થઈ જતા મહિલાના પતિએ અંજાર તાલુકાના ચંદ્રાણી ગામના શખ્સ વિરુદ્ધ શકદાર તરીકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તા 14/7ના ખરોઇ ગામે રહેતી 3 સંતાનોની માતા એવી 40 વર્ષીય મહિલાનું અપહરણ થઈ ગયું હતું. જે અપહરણ અંજાર તાલુકાના ચંદ્રાણી ગામે રહેતા ગોકળ રાણા રબારીએ લગ્નની લાલચ આપી કર્યું હોવાનો શક રાખી મહિલાના પતિએ શકદાર આરોપી વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...