તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂંઝવણ:ચોબારી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની 100 બાલિકાઓ શિક્ષણથી વંચિત; કોરોનાકાળ બાદ શાળા શરૂ ન થતાં વાલીઓમાં કચવાટ

ભચાઉ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોનાં સૂત્ર સાથે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભરપૂર પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ અમુક આવડત વગરના અધિકારીઓને શિક્ષણ કાર્ય જાણે માફક આવતું ન હોય તેવું ચિત્ર ભચાઉ તાલુકાના કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં સપાટીએ આવ્યું છે. કોરોના બાદ શાળાને શરૂ કરવા દોઢ માસ પૂર્વે મંજૂરી મળી છે તેમ છતાં આ દિશામાં આજ સુધી કોઇ પગલાં લેવાયા નથી.

વિદ્યાલયમા પછાત જાતિની ૧૦૦ જેટલી કન્યાઓ ભણવા-રહેવાની સુવિધા મેળવે છે તે ધોરણ ૬ થી ૧૨ના વર્ગો શરૂ કરવાની રાજ્ય સરકારની મંજૂરીને દોઢ માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ બંધ હાલતમાં છે. તા. 15/2થી કોરોનાને કારણે બંધ પડેલી શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ફરી શરૂ કરવાની જાહેરાત કરાઇ છે પણ કે.જી.બી.વી.માં ભણતી કન્યાઓને શાળાએ બોલાવવામાં આવી નથી. તા. 15/3થી પરીક્ષા પણ શરૂ કરવામાં આવી છે ત્યારે આ છાત્રાઓ કસોટીથી વંચિત રહી છે તેની જવાબદારી કોની એ એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત ધોરણ 9-10ની વિદ્યાર્થિનીઓ પણ હોસ્ટેલ શરૂ ન થવાના કારણે પરીક્ષાથી વંચિત રહી જતા તેમનું વર્ષ બગાડવાનો પ્રશ્ન ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો