વ્યાજખોરના ત્રાસથી આપઘાત:અંજારના મેઘપર-બો.માં યુવાને માનસિક તણાવમાં ગળે ફાંસો ખાધો, વાંચો અક્ષરસઃ સ્યૂસાઈડ નોટ

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર
  • પોલીસે 2 મહિલા સહીત કુલ 5 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી, યુવાને રેકોર્ડ કરેલો વિડીયો પણ મળ્યો

અંજારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધ્યો છે. જેના કારણે થોડા સમય પહેલા જ એક વેપારીએ ગળે ફાસો ખાઈ જીવન લીલા સમટી લીધી હતી. ત્યારે ફરી આવો જ બનાવ મેઘપર-બો.માં બન્યો છે. જેમાં અંજારની યુવતી દ્વારા ઉચો વ્યાજ મેળવ્યો હોવા છતાં રૂપિયા ભરાઈ ગયા બાદ પણ બેંકમાં ચેક બાઉન્સ કરાવી, નોટીસ મોકલી, ધાક ધમકી અને મારામારી કરવામાં આવી હોવાથી એક યુવાને ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકેથી વૈકુંઠધામ સોસાયટી મેઘપર-બો.માં રહેતા 30 વર્ષીય ઇરફાન અલીભાઇ સાંજીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ લગભગ દોઢેક વર્ષ પહેલા ફરિયાદીને રૂપીયાની જરુર હોવાથી અંજારમા બસ સ્ટેશન પાસે આવેલ રોયલ માઇક્રો ફાઇનાન્સ વાળા રીયાબેન ગોસ્વામી પાસેથી રૂ 30 હજાર અને ત્યારબાદ રૂ. 20 હજાર એમ કુલ 50 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. જેનો દર મહીને 5 હજાર વ્યાજ ભરતો હતો. જ્માંથી અમુક રૂપિયા ભર્યા બાદ લોકડાઉનના લીધે પૈસા ભરી શક્યો ન હતો. જેથી આરોપણે ડાયરી બનાવવાની વાત કરી હતી. જે ડાયરી મુજબ રૂપિયા આપતો હતો.

ડાયરીનો હપ્તામા મોડુ થતા ગઇ તા. 29-8ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે આરોપણ તેની બેન આરતી, તેનો ભાઇ તેજશ ઉર્ફે ચેતલો, તેની સાથે કામ કરતા યાસીન હિંગોરજા તથા યાશીનનો ભાઈ સોહીલ ઉર્ફે ચચો ફરિયાદીના ઘરે આવ્યા હતા. જે બાદ આરતીએ ધોકો અને તેના માણસ યાસીને છરી કાઢી ફરિયાદીના ભાઈ અનીશને મારવા દોડ્યા હતા, જ્યાં તેના પિતા અને ઘરના સભ્યો વચ્ચે પડતા તે છરીથી ઘાયલ થયા હતા. જેના બીજા દિવસે આરોપી ચચો ઘરે આવી ફરિયાદ ન કરજો કહી સમાધાન કરી જતા ફરીયાદીએ ડાયરીના રૂપીયા ભરવાનું ફરીથી શરુ કરી દીધું હતું અને તમામ રૂપિયા ભરી નાખ્યા હતા. છતાં રીયાબેને કોરા એક ચેકમા રૂ. 6.95 લાખ અને બીજા ચેકમા રૂ. 1.૦5 લાખ ભરી બેંકમાં નાખી ચેક બાઉન્સ કરાવ્યા હતા અને જે બદલ 2 વખત નોટીસ પણ મૂકી હતી.

ફરિયાદીનો ભાઈ અનીશ માનસીક તણાવમા આવી ગયો હતો અને રૂપિયા ભરી નાખ્યા હોવા છતાં રસ્તામાં જયારે મળે ત્યારે ગાળો આપવી તથા નોટીસો મોકલવામાં આવતી હોવાથી મંગળવારે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં અનીસે પોતાના ઘરે જ ગળે ફાસો ખાઈ લીધો હતો અને સ્યુસાઇટ નોટ લખી ઉપરાંત પોતાના મોબાઈલમાં વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો અને આરોપીઓના ત્રાસના કારણે તે આ પગલું ભરતો હોવાની તેણે સ્યુસાઇટ નોટ અને વિડીયોમાં વાત કરી હતી.

સ્યુસાઈટ નોટમાં લખ્યું, અન્ય લોકો પર ખોટો બળાત્કારનો કેસ કરાવી કરોડો લીધા
માનસિક ત્રાસના કારણે આપઘાતનો પગલો ભરનાર અનીશે એક સ્યુસાઈટ નોટ પણ લખી હતી. જેમાં 45 જેટલા લોકો દ્વારા તેના પિતા પર થયેલો હુમલો, ચેક બાઉન્સની વિગતો લખી છે તથા કેવી કેવી ધમકીઓ આપતા તેનું પણ વર્ણન કર્યું છે. તેણે અંજારમાં કેટલાય લોકો પર ખોટો બળાત્કારનો આરોપ લગાવ્યો છે અને કરોડો લીધા છે. 3 લોકો પર ખોટો આરોપ લગાવી કરોડો લીધા છે, તેનો ધંધો દારૂનો હતો તે માથાભારે માણસો છે ? તે સમજી સમાજ માટે ઘાતક છે, પરિવાર વારા ઈજ્જત વારા માણસોને ટાર્ગેટ કરે છે, વ્યાજ વધારે આપી દીધું છે છતાં હેરાન કરે છે, દારૂ જુગાર બસ આટલું લખ્યા પછી યુવાનની બોલપેન અટકી ગઈ હતી અને તેને આપઘાત કરી લીધો હતો.

યુવાને વિડીયોમાં કહી આપવીતી
આપઘાતથી પહેલા અનીશે પોતાના મોબાઈલમાં વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, રિયા કહે છે કે નોટીસો તો આખી જિંદગી ચાલુ રહેશે, આરોપીઓ દારૂના સપ્લાયરો છે, 10માં મહિનામાં તેના (રિયા) પર કેસ થયો એટલે બીજી નોટીસો નથી મોકલી, 70 હજાર બાકી હતા તે ચૂકવી દીધા છે, તેના પર તેણે 35 હજાર વ્યાજ લગાવ્યો છે, હથીયારો લઈ ઘરે આવી મારા પિતા પર હુમલો કરી ઈજ્જત ખરાબ કરી, રીયાએ પોતાનો મોબિલ પોતાના માથા પર મારી પોતે પણ ઘાયલ થઇ છે તેવું કહ્યું હતું, આ લોકોને કડક સજા દેજો.

વ્યાજખોર મહિલા સામે પાસાની દરખાસ્ત પણ કરાઈ છે
રિયા ગોસ્વામી નામની યુવતી ખુબ માથાભારે છે અને વ્યાજનો ધંધો કરે છે, તેના વિરુદ્ધ અનેક ફરિયાદ પણ દાખલ થઇ ગઈ છે, જેથી આ યુવતી વિરુદ્ધ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. જે હાલે વહીવટી પ્રક્રિયા હેઠળ છે.

ફરિયાદ થાય તે પહેલા પોતાના વાહનો સાથે પાંચેય આરોપીઓ છૂ
આ અંગે મળતી માહિતી મુજબ મેઘપર-બો.માં રહેતા યુવાને આરોપીઓના ત્રાસના કારણે આપઘાત કરી લીધો છે તે વાત આરોપીઓ સુધી પહેલા જ પહોચી ગઈ હતી. જેથી અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાય કે પોલીસ તપાસ કરે તે પૂર્વે જ તમામ આરોપી પોતાના વાહનો લઈ નાસી ગયા હતા. જેને પગલે પોલીસ દ્વારા હવે આરોપીઓને દબોચવા વિવિધ ટીમો બનાવાઇ છે.