અનોખી સિદ્ધિ:અગરબત્તી પર પેઇન્ટીંગ બનાવતા અંજારના કલાકારને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાનુભવોનો ચિત્રો બનાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી

અંજારના ચિત્રકારે અગરબત્તી પર જીદ જુદા મહાનુભવોના ચિત્રો બનાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જે બદલ તેમને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળતા ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્રથી સન્માનવામાં આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારના ચિત્રકાર તથા ગાંધીધામમાં કિશન આર્ટના નામે વ્યવસાય ચલાવતા કિશન એસ. જોગુએ પોતાની કલા દ્વારા અનોખી સિધ્ધિ સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું સ્થાન મેળવ્યું છે, જેમાં તા. 10/3ના અંજારમાં અગરબતી ઉપર 10x2mmની 7 ઇંચની અગરબતી પર મોહનદાસ કરમચંદ ગાંધી, ડો. ભીમરાવ આંબેડકર, નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ, વિર ભગતસિંહ અને રાષ્ટ્ર ધ્વજનું પેઇન્ટીગ બનાવ્યું હતું. જે બદલ નિર્ણાયક મિલનભાઈ સોની તેમજ દિવ્યાની સોનીએ તેમને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા તથા શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...